Big NewsGujaratNational

દેખાવકાર કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત, સાંસદ બ્રિજભૂષણ અંગે મળ્યાં આ સંકેત

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમિત શાહના નિવાસસ્થાને આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે બંને પક્ષો મળ્યા હતા. આ મુલાકાત ત્યારે થઈ જ્યારે ખાપ પંચાયતોએ કેન્દ્રને 9 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.

બ્રિજભૂષણની ધરપકડની કરી માગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુસ્તીબાજોએ અમિત શાહ પાસે WFIના પૂર્વ અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી છે. ગૃહમંત્રીએ કુસ્તીબાજો સાથે કોઈપણ ભેદભાવ વિના સંપૂર્ણ તપાસની ખાતરી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર કુસ્તીબાજોએ જ અમિત શાહ સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. અમિત શાહે કહ્યું કે આ મામલે કાયદો પોતાનો માર્ગ અપનાવશે. પોલીસ તપાસ કરી રહી છે. તેમણે કુસ્તીબાજોને પણ પૂછ્યું કે શું પોલીસને તેમનું કામ કરવા માટે સમય ન આપવો જોઈએ.

સાક્ષી મલિકની માતાએ શું કર્યો દાવો?

રવિવારે ઓલિમ્પિયન સાક્ષી મલિકની માતા સુદેશ મલિકે દાવો કર્યો હતો કે સાક્ષી, વિનેશ અને બજરંગ શનિવારે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. લગભગ એકથી દોઢ કલાક ચાલેલી બેઠકમાં ગૃહમંત્રીએ ત્રણેય ખેલાડીઓને ઉત્સાહને બદલે સમજદારીથી કામ કરવા જણાવ્યું હતું. સુદેશ મલિકે જણાવ્યું કે શાહે કુસ્તીબાજોને આંદોલન ખતમ કરવા સમજાવતા કહ્યું કે કોઈપણ ખેલાડી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. મીટિંગ દરમિયાન કુસ્તીબાજોએ બ્રિજભૂષણની ધરપકડનો આગ્રહ કર્યો. આ અંગે શાહે કહ્યું કે, કાયદાકીય પ્રક્રિયા હેઠળ કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે.

આ કારણે જ સોનિપતની મહાપંચાયતમાં કોઈ નિર્ણય ન લેવાયો

ત્યારબાદ બજરંગ પુનિયા રવિવારે સોનીપત સ્થિત મુંડલાના પંચાયત પહોંચ્યા અને કહ્યું કે આજે કોઈ નિર્ણય ન લેવાય. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં તમામ સંગઠનોને એક મંચ પર લાવીને એક મોટી પંચાયત બોલાવવામાં આવશે. ત્રણ-ચાર દિવસમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ દરેકને પંચાયતના સ્થળ અને સમય વિશે જાણ કરવામાં આવશે. આ પંચાયતમાં આગળનો નિર્ણય લેવામાં આવશે.

શું બ્રિજભૂષણ શરણ સિંહ સામે પગલાં લેવાશે?

હવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ભાજપમાં પણ બે મત છે. હવે ભાજપમાં બ્રિજભૂષણ શરણ સિંહ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા બહુ ઓછા નેતાઓ છે. કુસ્તીબાજોની ફરિયાદ પર કંઈક પગલાં લેવા જોઈએ એવું માનનારા લોકોની સંખ્યા વધી રહી છે. બીજેપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે બ્રિજભૂષણને મીડિયામાં આ રીતે દેખાડવા જોઈએ નહીં. બ્રિજભૂષણ મામલો શાંત પાડવાની તક પણ આપી રહ્યા નથી. તેમણે 5 જૂને અયોધ્યામાં રેલી યોજવા માટે દબાણ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. થોડા દિવસ શાંત રહે તો સારું. માહિતી અને પ્રસારણ અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ આવા જ સંકેતો આપ્યા હતા.

Related Articles

Back to top button