GujaratTrending News
કાલમુખો બુધવાર: કલોલમાં બસની રાહ જોઈ રહેલા મુસાફરોને ST બસે કચડી નાખ્યા, 4ના દર્દનાક મોત
કલોલમાં બસની રાહ જોઈ રહેલા મુસાફરો પર બસ પલટી જતાં 4 લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. આજે બુધવારે વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. એસટી બસની ટક્કરથી 4 લોકોના મોત થયા છે. તો કેટલાક લોકો ઘાયલ થયા છે.
ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
મળતી માહિતી મુજબ કલોલમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. બસની રાહ જોઈ રહેલા મુસાફરોની અડફેટે આવતા ચાર લોકોના મોત થયા છે. ST બસ નીચે 4 લોકો કચડાયા. ચારેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.