OriginalTrending News

લોહીથી લથબથ લોકોની ચીસોથી પાવાગઢ ગૂંજી ઉઠ્યું! એકનું મોત, 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 ઘાયલ

બાકીના યાત્રાળુઓ માટે માચી ખાતે પથ્થરની ઝૂંપડી બનાવવામાં આવી રહી હતી. જો કે, કેટલાક યાત્રાળુઓ અહીં આરામ કરવા રોકાયા હતા. પાવાગઢમાં થયેલા અકસ્માતમાં 10થી વધુ લોકો પથ્થરોના કાટમાળ નીચે દબાઈ જવાથી ઘાયલ થયા છે.

યાત્રાધામ પાવાગઢ માચીમાં આ અકસ્માત સર્જાયો હતો. અહીં માઇ ભક્તો માટે બનાવેલ વિશ્રામગૃહનો ગુંબજ તુટી ગયો છે. જેમાં 10થી વધુ લોકો દટાયા છે અને એક મહિલાનું મોત થયું છે. પથ્થરમાંથી બનેલો ગુંબજ તૂટી જવાને કારણે આ ભયાનક દુર્ઘટના બની છે. એટલું જ નહીં, 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે રવાના થઈ ગયો છે.

બદલાયેલા વાતાવરણ વચ્ચે એક દુર્ઘટના

બાકીના યાત્રાળુઓ માટે માચી ખાતે પથ્થરની ઝૂંપડી બનાવવામાં આવી રહી હતી. જો કે, કેટલાક યાત્રાળુઓ અહીં આરામ કરવા રોકાયા હતા. પાવાગઢમાં થયેલા અકસ્માતમાં 10થી વધુ લોકો પથ્થરના કાટમાળ નીચે દબાઈ જવાથી ઘાયલ થયા હતા, જેમને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢી બચાવી લીધા હતા. જે બાદ ઈજાગ્રસ્તોને હાલોલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પાવાગઢના માંચીમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયા બાદ આ ઘટના સામે આવી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

વીજળી પડવાની ઘટનાની માહિતી

પંચમહાલ જિલ્લામાં પાવાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે લોકો અહી રોકાયા હતા. જો કે મળતી માહિતી મુજબ વરસાદી માહોલ વચ્ચે એકાએક વીજળી ત્રાટકી હતી. જેના કારણે આરામ કુટીરનો ગુંબજ અચાનક ધરાશાયી થયો હતો.

આ ઘટનામાં પથ્થરની ઝૂંપડીના ગુંબજના કાટમાળ નીચે 10થી વધુ લોકો દટાયા હતા. જોકે, પથ્થરની નીચે દટાયેલા તમામ લોકોને સ્થાનિક લોકોએ બચાવી લીધા છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળે છે. જોકે, દટાયેલા લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.

Related Articles

Back to top button