જૂનાગઢમાં રિક્ષા ખેંચતાં બેનાં મોત, એક ગુમ

જૂનાગઢનાં માણાવદરનાં ચુડવા ગામે પૂરનાં પાણીમાં રીક્ષા ફસાઈ જતાં બેનાં મોત થયાં હતાં.
જૂનાગઢના માણાવદરના ચુડવા ગામમાં રિક્ષા પૂરના પાણીમાં ફસાઈ જતાં બેના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ લાપતા છે. મળતી માહિતી મુજબ ગઈકાલે ભારે વરસાદના કારણે ચુડવા ગામમાં એક રિક્ષા પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે રિક્ષામાં સવાર 12 લોકો ડૂબી ગયા હતા, પરંતુ સ્થાનિક લોકોની મદદથી 9 લોકોને બચાવી લેવાયા હતા. જોકે, ત્રણ લોકો ગુમ થયા હતા. તેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક હજુ લાપતા છે. જેની શોધ હજુ ચાલુ છે. મામલતદાર, પોલીસ, ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પંચમહાલના હાલોલ તાલુકાના કણજરી ગામે પાંચ દિવસ પહેલા ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં નજીવી બાબતે યુવાનની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ હત્યા કેસમાં એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.
એક અજાણ્યો યુવક ખેતરમાંથી કોદાળી અને કુહાડી લઈને ભાગી ગયો હતો. આ જોઈને મહિલા સહિત ચાર આરોપીઓએ પહેલા તેને પકડી લીધો અને તેના હાથ દોરડાથી બાંધી દીધા. બાદમાં ઢોર મારતી વખતે તેનું મોત થયું હતું. અજાણ્યા યુવકની હત્યાના ચાર દિવસ બાદ લાશ મળી આવી હતી. આ કારણોસર તે સમયે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે મરનાર અજાણ્યા યુવકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.
હાલોલ તાલુકાના કણજરી ગામની સીમમાં આવેલ દિવેલાના ખેતરમાંથી 40 વર્ષીય યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ હાલોલ ગ્રામ્ય પોલીસને થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લાશ મળી આવતા નાયબ પોલીસ અધિક્ષક હાલોલ અને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અજાણ્યા ઇસમ સામે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ છતી કરી હત્યારાને ઝડપી લેવા પ્રયાસ કર્યો હતો.