Crime NewsTrending News
સર્બિયામાં 7મા ધોરણના વિદ્યાર્થીએ 9 બાળકોને ગોળી મારી હત્યા કરી
સર્બિયા- યુરોપિયન દેશ સર્બિયામાં સામૂહિક ગોળીબારની દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે, દક્ષિણ-પૂર્વ યુરોપિયન દેશ સર્બિયામાં જીવલેણ ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક સગીર છોકરાએ શાળામાં ગોળીબાર કર્યો હતો, જેમાં 8 બાળકો અને એક સુરક્ષાકર્મી માર્યા ગયા હતા.
સર્બિયાના ગૃહ મંત્રાલયે આ ઘટનાની જાણકારી આપી. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ફાયરિંગની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને સંભાળવાનું શરૂ કર્યું. અહેવાલો અનુસાર, હુમલામાં છ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક પણ ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.