રાજસ્થાનમાં હવે 'શ્રદ્ધા કાંડ'! પહેલા પ્રેમિકાની હત્યા, બાદમાં લાશના ટુકડા અને પછી..., જાણો ગંભીર ગુનાની ભયાનક કહાની

એક યુવકે તેની પ્રેમિકાને બળજબરીથી લગ્ન માટે માર માર્યો હતો અને બાદમાં તેના શરીરના ટુકડા કરી કૂવામાં નાખી દીધા હતા.
દેશમાં એક પછી એક દિલ્હી શ્રાદ્ધ હત્યાકાંડ જેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી પણ સામે આવ્યો છે. વિગત મુજબ, એક યુવકે તેની પ્રેમિકાને તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યા બાદ તેની નિર્દયતાથી મારપીટ કરી હતી. બાદમાં તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા અને તેને નાગૌર જિલ્લાના વિવિધ સ્થળોએ ફેંકી દીધા. આ મામલો દિલ્હીમાં થયેલા ભયાનક શ્રદ્ધા વોકર હત્યાકાંડની યાદ અપાવે છે.
રાજસ્થાનના નાગૌર જિલ્લામાં બનેલી ઘટનાની મળતી વિગતો મુજબ, મહિલા આરોપી પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પીડિતાના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે ગુમ થયાની તપાસ શરૂ કરી અને આરોપી અનુપરામની ધરપકડ કરી. જે બાદ તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે પીડિતાના શરીરના અંગોને ડેરવા ગામ પાસેના કૂવામાં ફેંકી દીધા. 25 દિવસ પછી પણ શરીરના અંગો મળી રહ્યા છે.
મહત્વનું છે કે, આ ઓપરેશન માટે SDRF અને NDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી અને પીડિતાના શરીરના ભાગો શોધવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પીડિત ગુડ્ડી નાગૌર જિલ્લાના બાલાજી પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાસર ગામની પરિણીત મહિલા હતી. 20 જાન્યુઆરીના રોજ મહિલા તેના સાસરીવાળાને મુંડાસર જવાનું કહી ઘરેથી નીકળી હતી. જોકે, કલાકો બાદ સંપર્ક કરતાં તેમનો મોબાઈલ ફોન બંધ હતો. લગભગ બે દિવસ પછી પીડિતાના સંબંધીઓએ પોલીસનો સંપર્ક કર્યો.
દરમિયાન, 28 જાન્યુઆરીએ શોધ દરમિયાન, પોલીસને નાગૌર શહેરના માલવા રોડ પર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયની પાછળની ઝાડીઓમાંથી મહિલાના કપડાં, વાળ અને જડબા મળી આવ્યા હતા. આ પછી પોલીસે ગુમ થયેલી મહિલાના શરીરના અંગોની ઓળખ કરી હતી. આ પછી પોલીસે હત્યાનો કેસ નોંધીને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે મૃતકના શરીરના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી યુવકે દાવો કર્યો કે ગુડ્ડીએ તેને તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું અને તેના કારણે તેણે તેની હત્યા કરી. આરોપીએ વધુમાં જણાવ્યું કે તેણીની હત્યા કર્યા બાદ તેણે ગુડ્ડીના શરીરના ભાગો ડેરવા ગામમાં કુલ 10 કૂવામાં ફેંકી દીધા હતા. જો કે ઘણા દિવસો સુધી શોધખોળ કરવા છતાં પોલીસ લાશ શોધી શકી ન હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે આરોપી પોલીસને ગેરમાર્ગે દોરતો હતો. આરોપીનો પોલીગ્રાફ ટેસ્ટ જયપુરમાં કરવામાં આવશે.