મહિલા સન્માન બચત પ્રમાણપત્ર – મોદી સરકારની મહિલાઓ માટે વિશેષ યોજના
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર: સરકારે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે 1 એપ્રિલ 2023 થી આ યોજના શરૂ કરી છે. મહિલાઓ હવે પોસ્ટ ઓફિસમાંથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC) ખરીદી શકશે. નાણા મંત્રાલયે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, 2023 માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સૂચના જારી કરવાની સાથે, નાણા મંત્રાલયે એમ પણ કહ્યું છે કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર દેશભરની 1.59 લાખ પોસ્ટ ઓફિસમાં તરત જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર શું છે, લાભ કેવી રીતે મેળવવો?
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરી હતી
બજેટમાં મહિલાઓને મોટી ભેટ
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની જાહેરાત
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર 2 વર્ષ માટે માન્ય રહેશે
મહિલા કે બાળકના નામે જમા કરાવી શકાય છે
આ યોજનામાં આંશિક ઉપાડની સુવિધા પણ હશે.