ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 55 રનથી હરાવ્યું: નૂર અહેમદે 3 વિકેટ લીધી

ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 152 રન બનાવ્યા હતા.
35મી મેચ રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. ટોસ હાર્યા બાદ ગુજરાતની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલની શાનદાર ફિફ્ટી અને અભિનવ-ડેવિડ મિલરની આક્રમક ઇનિંગના આધારે 20 ઓવર બાદ 6 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) ની 35મી મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઇ ઇન્ડિયન્સને એક રનથી હરાવીને સિઝનની તેમની પાંચમી જીત મેળવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટે 207 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 152 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે ગુજરાતની ટીમના 10 પોઈન્ટ થઈ ગયા છે. હાર્દિક પંડ્યાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.
મુંબઈ તરફથી પિયુષ ચાવલાએ 34 રનમાં બે વિકેટ લીધી હતી. આ સિવાય અર્જુન તેંડુલકર, જેસન બેહરનડોર્ફ, રેલી મેરેડિથ અને કુમાર કાર્તિકેયે એક-એક વિકેટ લીધી હતી. ગુજરાતે આપેલા મોટા ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે 4 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા 8 બોલમાં 2 રન બનાવીને હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. પાવરપ્લેમાં મુંબઈની ટીમ 29 રન જ બનાવી શકી હતી.
આઠમી ઓવરમાં રાશિદ ખાને ઈશાન કિશન (21 બોલમાં 13 રન) અને તિલક વર્મા (2 રન)ને આઉટ કરીને ગુજરાતને સતત બે સફળતા અપાવી હતી. ત્યારપછી અફઘાનિસ્તાનના નૂર અહેમદે સૂર્યકુમાર યાદવ (23), ટિમ ડેવિડ (0) અને કેમરન ગ્રીન (33)ને આઉટ કરીને મુંબઈને બેક ફૂટ પર લાવી દીધું હતું. અફઘાનિસ્તાનના બંને સ્પિનરોએ કુલ પાંચ વિકેટ ઝડપી હતી.