SportsTrending News

PBKS vs GT: ગુજરાતે છેલ્લી ઓવરમાં પંજાબને હરાવ્યું

PBKS vs GT: IPL 2023 ની 18મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સની ટીમ પંજાબ કિંગ્સ સામે હતી. આ મેચ મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઉલ્લેખનીય છે કે, બંને ટીમોએ આઈપીએલમાં અત્યાર સુધી બે-બે મેચ જીતી છે. અગાઉની મેચોમાં બંને ટીમોને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટોસ જીત્યા બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પંજાબે 153 રન બનાવ્યા હતા

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. આ મેચમાં પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને તેનો ઓપનર પ્રભસિમરન સિંહ ખાતું ખોલાવ્યા વિના જ પાછો ફર્યો હતો. ત્યારબાદ શિખર ધવન 8 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મેથ્યુ શોર્ટે 36 રન બનાવ્યા હતા. આ સિવાય ભાનુકા રાજપક્ષેએ 20 રન બનાવ્યા હતા. જ્યારે જીતેશ શર્માએ 25 રન બનાવ્યા હતા. આ સિવાય સેમ કરન અને શાહરૂખ ખાને 22-22 રન બનાવ્યા હતા.

હેડ ટુ હેડ રેકોર્ડ કેવી રીતે છે?

જ્યાં સુધી આ બંને ટીમોના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત છે, ગુજરાત અને પંજાબ બરાબરી પર છે. છેલ્લી સિઝન 2ની મેચ આ બંને ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબની ટીમે એક મેચ જીતી હતી જ્યારે ગુજરાતની ટીમ પણ એક મેચ જીતવામાં સફળ રહી હતી. સીઝનની છેલ્લી મેચમાં ગુજરાત KKR સામે હારી ગયું હતું, જ્યારે પંજાબ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયું હતું.

Related Articles

Back to top button