SportsTrending News

RCBની હાર બાદ શાહરૂખે વિરાટ કોહલીને શીખવ્યું 'ઝૂમ જો પઠાણ'ના સ્ટેપ, જુઓ વીડિયો

RCBની હાર બાદ વિરાટ કોહલી બોલિવૂડ એક્ટર અને KKRના કો-ઓનર શાહરૂખ ખાન સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. તમે પણ જુઓ આ ફની વીડિયો.

IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો છે. RCBના ક્રિકેટરો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સ્પિનરો વરુણ ચક્રવર્તી, સુયશ શર્મા અને સુનીલ નારાયણ સામે ટકી શક્યા ન હતા. વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને સુકાની ફાફ ડુ પ્લેસિસ જેવા ક્રિકેટરો સ્પિનરો સામે હારી ગયા. વિરાટ કોહલી 18 બોલમાં માત્ર 21 રન બનાવીને સુનીલ નારાયણના હાથે બોલ્ડ થયો હતો. RCBની હાર બાદ વિરાટ કોહલી બોલિવૂડ એક્ટર અને KKRના કો-ઓનર શાહરૂખ ખાન સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

IPLની 9મી મેચમાં, KKRએ RCBને 81 રનથી હરાવી બે મેચમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. આરસીબી પ્રથમ વખત બે મેચમાં હારી છે. શાહરૂખ ખાન ઈડન ગાર્ડન્સ પહોંચ્યો, જ્યાં તેની મુલાકાત વિરાટ કોહલી સાથે થઈ. શાહરૂખ ખાનના કહેવા પર કોહલીએ ફિલ્મ પઠાણના ગીત ‘ઝૂમ જો પઠાણ’ પર ડાન્સ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

KKR સ્પિનરોનું વર્ચસ્વ

205 રનના ટાર્ગેટનો પીછો કરતા આરસીબીએ માત્ર 54 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. KKRના 3 સ્પિન બોલરોએ RCBની 9 વિકેટ ઝડપી હતી. સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ 15 રનમાં 4 વિકેટ લીધી હતી. આ મેચમાં ડેબ્યૂ કરનાર સુયશ શર્માએ 30 રનમાં 3 વિકેટ અને સુનીલ નારાયણે 16 રનમાં 2 વિકેટ ઝડપી હતી.

Related Articles

Back to top button