દેશમાં વધુ એક હવાઈ દુર્ઘટના, અરુણાચલમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ, 2 પાઈલટની શોધખોળ
અરુણાચલ પ્રદેશમાં સેનાનું એક હેલિકોપ્ટર ‘ચિતા’ ક્રેશ થયું છે. સવારે લગભગ 09:15 વાગ્યે, હેલિકોપ્ટરે અરુણાચલ પ્રદેશમાં બોમડિલા નજીક એક ઓપરેશનલ ઉડાન ભરી હતી અને થોડી જ વારમાં હેલિકોપ્ટરનો ATC સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
અરુણાચલમાં બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ 2 પાઈલટની શોધ શરૂ કરવામાં આવી હતી. સેનાના હેલિકોપ્ટર દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું તે વિસ્તાર દુર્ગમ અને ગીચ જંગલવાળો છે.
2022માં અરુણાચલમાં પણ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું
અરુણાચલમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની આ કોઈ નવી ઘટના નથી. અગાઉ ઓક્ટોબર 2022માં તવાંગમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં પાયલોટ સૌરભ યાદવ ઘાયલ થયો હતો અને બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.