મેઘતાંડવ / ગુજરાતથી લઇને રાજસ્થાન સુધી.., સર્વત્ર પાણી જ પાણી, હજુ IMDનું છે રેડ એલર્ટ, જાણો આજની આગાહી
Rainy weather prevails almost all over the country. South Gujarat and East Rajasthan are receiving heavy rains, due to which flood conditions have arisen here. Yellow alert has been announced for rain in Delhi-NCR today.

લગભગ આખા દેશમાં ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, વરસાદથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં ગુજરાત, પૂર્વી રાજસ્થાન, ઝારખંડ, કેરળ, કોંકણ, ગોવા, કર્ણાટકના ભાગો અને ઉત્તર-પૂર્વીય રાજ્યોનો સમાવેશ થાય છે. ગુજરાત અને રાજસ્થાનમાં છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. IMD એ બુધવારે દિલ્હી-NCRમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, બુધવારે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યની તમામ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. IMD અનુસાર બુધવારે પણ ભારે વરસાદ ચાલુ રહેશે. ગુજરાતના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પંચમહાલ, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ, ખેડા, ગાંધીનગર, બોટાદ અને અરવલ્લી જિલ્લામાં નદીઓ અને ડેમોમાં પાણીનું સ્તર વધવાને કારણે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજસ્થાનમાં ભારે વરસાદ
રાજસ્થાનના પૂર્વ અને દક્ષિણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સાથે જ લુણી નદીમાં પણ બે કાંઠે છે, ત્યારે ભારે વરસાદને જોતા IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો IMD એ મંગળવારે દિલ્હી NCRમાં હળવા વરસાદને લઈને ‘યલો’ એલર્ટ જાહેર કર્યું હતું. મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હળવો વરસાદ થયો હતો.
IMD અનુસાર, બુધવારે દિલ્હી-NCRમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. બુધવારે દિલ્હીમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
આ રાજ્યોમાં રેડ અને યલો એલર્ટ
ભારે વરસાદને જોતા IMD એ દેશના ઘણા રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત, કોંકણ, ગોવા, દક્ષિણ કર્ણાટક, પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, દક્ષિણ પશ્ચિમ બંગાળ અને અરુણાચલ પ્રદેશ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, ઉત્તર ભારતના જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, પૂર્વીય ગુજરાત, પૂર્વીય કર્ણાટક, કોસ્ટલ ઓડિશા, કેરળ, બિહાર, સિક્કિમ, મેઘાલય અને આસામમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.