GujaratTrending News

સુરેન્દ્રનગર પરિવારનો સામૂહિક આપઘાત: કેનાલમાં ઝંપલાવી 3 લોકોના મોત, કારણ અજ્ઞાત

સુરેન્દ્રનગરમાં એક પરિવારે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યા બાદ સ્થાનિક પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.


સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

દુધરેજ કેનાલમાં સામૂહિક આપઘાત

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલમાં એક જ પરિવારના 3 સભ્યોએ ઝંપલાવી સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. આજે વહેલી સવારે માતા-પુત્રીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને પોલીસ વિભાગને જાણ કરતાં ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટના બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

આપઘાતનું કારણ હજુ જાણી શકાયું નથી

ફાયર બ્રિગેડે દૂધરેજ કેનાલમાંથી તમામના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જો કે આપઘાત પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી. હાલ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો અને પડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેથી મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.


ચોટીલાના ગેસ્ટ હાઉસમાં યુવકનો આપઘાત

ચોટીલા ખાતે હાઈવે પર આવેલા ગેસ્ટ હાઉસમાં વાંકાનેરના એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ બુધવારે ચોટીલા હાઇવે પર આવેલા આકાશ પેલેસ ગેસ્ટ હાઉસના રૂમમાં વાકાનેરનો 24 વર્ષીય કાનજી નામનો યુવક આવ્યો હતો. ગુરુવારે બપોર સુધી રૂમમાંથી બહાર ન આવતા સંચાલકે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે બીજી ચાવી વડે રૂમ ખોલતા યુવક પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરના પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો

ભાવનગર શહેરના બાલયોગી નગર વિસ્તારમાં રહેતા એક પરિવારે ગત મહિને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં પરિવારના 3 સભ્યોમાંથી એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતા-પુત્રની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

પતિ-પત્ની અને પુત્રએ પ્રયત્ન કર્યો


મળતી માહિતી મુજબ, શહેરના બાલયોગી નગરમાં રહેતા એક પરિવારના ત્રણ સભ્યો પતિ, પત્ની અને પુત્રએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે પિતા-પુત્રની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવારે આર્થિક તંગી અને અકળામણના કારણે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

Related Articles

Back to top button