SportsTrending News

14 બોલમાં 46 રન બનાવ્યા બાદ મોત, ક્રિકેટ રમતા અન્ય યુવકનું મોત, સુરતની ઘટના

સુરતના ઓલપાડના નરથાણા ગામમાં ક્રિકેટ રમતા એક યુવકનું મોત નીપજ્યું છે, યુવકના મોતને પગલે નરથાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ રમતા અન્ય યુવકનું મોત થયું છે. સુરતના ઓલપાડમાં ક્રિકેટ રમતા યુવકનું મોત થયું છે. ક્રિકેટ રમતા નિમેષ આહિરનું મોત થયાની વિગતો સામે આવી છે. યુવકના મોત બાદ નરથાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઓલપાડના નરથાણા ગામની ઘટના

સુરતના ઓલપાડના નરથાણા ગામમાંથી એક ઘટના સામે આવી છે. જ્યાં ક્રિકેટ રમતા એક યુવકનું મોત થયું છે. નિમેશ આહિર નામના યુવકનું ક્રિકેટ રમતા રમતા અચાનક મોત થયું હતું. આ યુવકે મેચમાં 14 બોલમાં 46 રન બનાવ્યા હતા. મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુરતના ક્રિકેટ રમતા યુવકના મોતની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં હાર્ટ એટેકના કારણે મોત થયાની વિગતો સામે આવી હતી.

અગાઉ શેખપુરમાં યુવકનું મોત થયું હતું

થોડા દિવસ પહેલા સુરતના શેખપુર ગામના એક યુવકનું ક્રિકેટ રમતા રમતા મોત થયું હતું. યુવાનના મોતથી શેખપુર ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ કામરેજ તાલુકાના શેખપુર ગામનો કિશન પટેલ નામનો યુવક રવિવારે તેના મિત્રો સાથે ઓલપાડ તાલુકાના સલુત ગામની સીમમાં ક્રિકેટ રમવા ગયો હતો. દરમિયાન ચાલુ મેચ દરમિયાન કિશન મેદાનમાં બેભાન થઈને પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.


રાજકોટમાં પણ બે યુવકોના મોત થયા છે

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા રાજકોટમાં બે યુવકોના મોત થયા હતા. શહેરમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ક્રિકેટ અને ફૂટબોલ રમતા બે યુવકોના હૃદયરોગના હુમલાથી મોત થયા હતા. એક ઘટનામાં રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમતા યુવકની છાતીમાં બોલ વાગ્યો હતો. જે બાદ યુવકે રનર સાથે મેચ રમવાનું ચાલુ રાખ્યું હતું અને બાદમાં કારમાં બેસીને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. અન્ય એક ઘટનામાં ફૂટબોલ રમતી વખતે 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

યુવક અમદાવાદમાં સરકારી નોકરી કરતો હતો

વસંત રાઠોડ અમદાવાદમાં સરકારી કર્મચારી હતા અને બચત ભવનના કર્મચારી હતા. શનિવારે ભડજન મેદાન ખાતે GST અધિકારી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને વસંત બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેને હૃદયરોગનો હુમલો આવતાં છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને તે બેસી ગયો હતો.

બોલ છાતીમાં વાગ્યા બાદ હુમલો થયો હતો


ગત રવિવારે 29 જાન્યુઆરીએ રાજકોટનો રવિ વેગડે નામનો યુવક રેસક્રોસ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો. જ્યાં મેચ દરમિયાન ટેનિસ બોલ છાતી પર વાગતાં તેનો શ્વાસ રૂંધાયો હતો. જોકે, બાદમાં તેણે એક યુવાનને રનર તરીકે રાખ્યો અને મેચ રમવાનું ચાલુ રાખ્યું અને 22 રન બનાવ્યા. જે બાદ તે પોતાની કારમાં બેસી ગયો અને તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું.

Related Articles

Back to top button