GujaratTrending News

ગુજરાતમાં સાંસદની ઓફિસ પણ સુરક્ષિત નથી, મહેસાણામાં તસ્કરોએ સાંસદની ઓફિસમાં કરી છેડછાડ

રાજ્યભરમાં ચોરીના બનાવો અહી પ્રકાશમાં આવ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે. આ સાથે મહેસાણા જિલ્લામાં સતત ચોરીના બનાવો બની રહ્યા છે અને તસ્કરો ચોરીને અંજામ આપીને નાસી છૂટી રહ્યા છે. ત્યારે મહેસાણામાં ચોરીનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસના દરવાજો ખખડાવતા લોકસભાના સાંસદ શારદાબેનની ઓફિસમાં તસ્કરોએ તોડફોડ કરી છે. જ્યારે ચોરીની ઘટનાને લઈને પોલીસ કાફલો સાંસદની ઓફિસે પહોંચી ગયો છે.


જિલ્લા પંચાયતની સામે આવેલા સાસંદ સુવિધા કેન્દ્રમાં ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે. ત્યારે મહેસાણા સાસંદની ઓફિસમાં બીજી વખત ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સાંસદ સભ્યની ઓફિસમાંથી પ્લાસ્ટિકની 25 ખુરશીઓ, ફ્રિજ, બે ઇન્ડોર એસી, સાંસદની ખુરશી, પીઠ, તમામ નળ સમાન તસ્કરો ચોરી ગયા છે.

બીજી વખત ચોરીની ઘટના બની હતી


મહેસાણાના સાંસદ શારદાબેન પટેલની ઓફિસમાં અગાઉ પણ ચોરીની ઘટના બની હતી. જોકે, તે સમયે સાસંદે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું. ત્યારે જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર ન હોય અને જાણે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ તસ્કરોએ બીજી વખત સાંસદની ઓફિસમાં તોડફોડ કરી છે. પોલીસ હેડ ક્વાર્ટરથી માત્ર 100 મીટરના અંતરે આવેલી આ ઓફિસમાં ચોરોએ ચોરી કરીને પડકાર ફેંક્યો છે, મહેસાણા પોલીસે ડોગકોડ અને એફએસએલની મદદથી ચોરોને ઝડપી લેવા કામગીરી હાથ ધરી છે.

પોલીસ પેટ્રોલિંગ પર ફરી સવાલો ઉભા થયા છે


મહેસાણાના સાંસદ શારદાબેનની ઓફિસમાં ચોરીનો આ સતત બીજો બનાવ છે. અગાઉ થયેલી ચોરીમાં સાંસદે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સાંસદની ઓફિસે પહોંચી ગયો છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ પેટ્રોલિંગ અને જાહેર સલામતી સામે સવાલો ઉભા થયા છે.

Related Articles

Back to top button