StateTrending News

વધુ એક અકસ્માતમાં 11ના મોત: ટ્રક અને પીક-અપ વાન વચ્ચે જોરદાર અથડામણ, રોડ પર ચીચીયારીઓ

છત્તીસગઢના ભાટાપરામાં ગમખ્વાર અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


છત્તીસગઢના ભાટાપારાના ખમરિયા ગામમાંથી એક રોડ અકસ્માતના મોટા સમાચાર છે. અહીં, ટ્રેક અને પીકઅપ માલસામાન વાહન વચ્ચે અથડામણને કારણે 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં લગભગ 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ માર્ગ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો.

11ના મૃત્યુની પુષ્ટિ થઈ

પોલીસના જણાવ્યા અનુસાર માર્ગ અકસ્માતની આ કરુણ ઘટના ભાટાપરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 11 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.


ટ્રક પીકઅપ વાન સાથે અથડાઈ હતી

એસડીઓપી ભાટાપરા સિદ્ધાર્થ બઘેલે જણાવ્યું કે, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પૂર ઝડપે આવી રહેલી ટ્રક પીકઅપ વાન સાથે અથડાઈ હતી, જેના કારણે આ ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 11 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા. મૃતકોમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે 10 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેઓને વધુ સારવાર માટે રાયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રસંગમાંથી ઘરે પરત ફરતી વખતે સાહુ પરિવાર સાથે અકસ્માત થયો હતો


જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે સાહુ પરિવારના સભ્યો ખિલોરામાં એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. ખમરિયા નજીક એક ટ્રકે તેમના પીકઅપ વાહનને ટક્કર મારી હતી. અથડામણ એટલી હિંસક હતી કે 11 લોકોએ સ્થળ પર જ જીવ ગુમાવ્યા હતા.

Related Articles

Back to top button