તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ 'નવી તારક મહેતા' 50 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરશે, પહેલા લગ્નથી પુત્રી છે
ટીવી-એક્ટર સચિન શ્રોફ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાની ભૂમિકા ભજવે છે. હાલમાં સચિન પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. સચિન 25 ફેબ્રુઆરીએ ફેમિલી ફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. 1972માં જન્મેલા સચિન શ્રોફ એક બિઝનેસમેન અને ટીવી એક્ટર છે.
‘ઈ ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, મહેમાનોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. સચિન કઈ છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તે અંગે પરિવારે અત્યાર સુધી ગુપ્ત રાખ્યું છે. સચિનનો પરિવાર થોડો જૂનો છે અને ઈચ્છે છે કે લગ્ન શાંતિપૂર્ણ રીતે થાય.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક અરેન્જ્ડ મેરેજ છે. સચિન શ્રોફની ભાવિ પત્ની ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી નથી. તે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર તરીકે પાર્ટ ટાઈમ નોકરી કરે છે. આ ઉપરાંત તે ઈન્ટિરિયર-ડિઝાઈનર છે. તે સચિનની બહેનની ખાસ મિત્ર છે. જોકે, ગયા મહિને જ સચિનના પરિવારે તેને સ્થાયી થવાનું સૂચન કર્યું અને તેની બહેનની આ મિત્રને બતાવી. સચિન અને તે છોકરીને પહેલી નજરમાં પ્રેમ ન થયો. સચિને પરિવારની વાતને ગંભીરતાથી લીધી અને પછી બંને એકબીજાને મળ્યા. થોડીવાર વાત કર્યા બાદ લગ્ન નક્કી થયા.
સચિન શ્રોફના આ બીજા લગ્ન છે
સચિને અગાઉ ટીવી-અભિનેત્રી જુહી પરમાર સાથે 2009માં જયપુરમાં શાહી લગ્ન કર્યા હતા. લગ્નના 9 વર્ષ બાદ જાન્યુઆરી 2018માં બંને અલગ થઈ ગયા હતા. તેમને એક પુત્રી સમાયરા છે. જુહી પરમાર પાસે દીકરીની કસ્ટડી છે. જુહી પરમાર ‘કુમકુમ ભાગ્ય’ સિરિયલના કારણે લોકપ્રિય છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સચિને ટીવી, ફિલ્મ અને ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કર્યું છે. સચિન ડાયરેક્ટર પ્રકાશ ઝાનની સીરિઝ ‘આશ્રમ’માં જોવા મળ્યો હતો. આ સિવાય તે ‘ડબલ એક્સએલ’માં હુમા કુરેશી અને સોનાક્ષી સિંહા સાથે જોવા મળ્યો હતો. તેણે ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’માં રાજીવની ભૂમિકા ભજવી હતી.
શૈલેષ લોઢાની જગ્યાએ તારક મહેતા..
સચિન શ્રોફે ગયા વર્ષે ‘તારક મહેતા…’માં શૈલેષ લોઢાની જગ્યા લીધી હતી. ઉલ્લેખનીય છે કે શૈલેષ લોઢાએ ગયા વર્ષે મે મહિનામાં સિરિયલ છોડી દીધી હતી.