હવે ITI-પોલીટેકનિક પાસ યુવાનો સેનામાં જોડાઈ શકશે, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

ITI-પોલીટેકનિક પાસ આઉટ ટેકનિકલ શાખામાં અરજી કરી શકે છે. તાજેતરમાં અગ્નિપથ યોજના હેઠળ ભરતીમાં ફેરફાર મુજબ લેખિત પરીક્ષા પાસ કરવી પડશે
કેન્દ્ર સરકારે યુવાનોના હિતમાં સેનામાં ભરતીને લઈને મોટો નિર્ણય લીધો છે. થોડા સમય પહેલા જ સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. જેમાં આજે અગ્નિપથ યોજના હેઠળ ભરતીના નિયમોમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. જેમાં હવે ITI અને પોલિટેકનિકમાંથી પાસ આઉટ થયેલા યુવકો અરજી કરી શકશે.
ભરતીના નિયમો અને માહિતી
કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતીમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટેની પાત્રતા અને માપદંડોમાં સુધારો કર્યો છે. અતરગત અગ્નિપથ યોજના હેઠળ, અગાઉની કુશળતા ધરાવતા યુવાનો ભાગ લઈ શકે છે. જેમાં ITI-પોલીટેકનિક પાસ આઉટ ટેકનિકલ શાખામાં અરજી કરી શકશે. આ નિયમોમાં સુધારો કરવાથી પૂર્વ કૌશલ્ય ધરાવતા યુવાનોને સારું પ્રોત્સાહન મળશે. અને તે તાલીમનો સમય પણ ઘટાડશે. અને વધુમાં વધુ યુવાનો આ તકનો લાભ લઈ શકે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023
અગ્નિપથ યોજના હેઠળ ભરતીમાં જોડાવા માંગતા યુવાનો માટે 16 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ થઈ ગઈ છે. જેમાં અપરિણીત પુરૂષ ઉમેદવારો અગ્નિપથ યોજના માટેની આ 2023-24 ભરતી માટે અધિકૃત આર્મી વેબસાઇટ joinindianarmy,nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે અને પસંદગી કસોટી 17 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે.
આ ભરતીમાં તાજેતરમાં થયેલા ફેરફારો મુજબ લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે. આ માટે પ્રથમ શારીરિક કસોટી બોલાવવામાં આવશે અને પાસ થયા બાદ લેખિત પરીક્ષા બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષા 17 એપ્રિલે લેવામાં આવશે. વધુ માહિતી માટે, તમે સેનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.