EducationNationalTrending News

બોર્ડની પરીક્ષા માટે લેવાયો મોટો નિર્ણય, હવે મોબાઈલ સાથે પકડાઈ જાવ તો સમજો કે ગયો...

બોર્ડની પરીક્ષાઃ બોર્ડની પરીક્ષામાં જો કોઈ વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે પકડાશે તો FIR દાખલ કરવામાં આવશે…માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે… તેમને આઈટી એક્ટ, સીઆઈપીસી એક્ટ હેઠળ ગુનો નોંધવા સૂચના આપી…


ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષામાં જે રીતે ગેરરીતિ આચરવામાં આવી રહી છે તે જોતા બોર્ડની પરીક્ષામાં પણ સત્કારતા દર્શાવવામાં આવી રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બોર્ડની પરીક્ષામાં જો કોઈ વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાશે તો સીધી FIR દાખલ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે મળી આવે તો તેને તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી છે. આ અંગે તમામ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા અને પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પત્ર લખ્યો છે. જેમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને ગુપ્તતા જાળવવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે. આઈટી એક્ટ, સીઆઈપીસી એક્ટ હેઠળ ગુનો નોંધવા પણ સૂચના આપવામાં આવી છે.


માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે બોર્ડની પરીક્ષા અંગે તમામ જિલ્લા કલેક્ટર પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને ગુપ્તતા જાળવવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષા અંગેના નિયમો અને નિયમો અંગેની માહિતી પત્રમાં જણાવવામાં આવી છે. જેમાં કોઈપણ વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે મળે તો તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપવામાં આવી છે. તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં બોર્ડના એક્ટ ઉપરાંત આઈટી એક્ટ, સીઆઈપીસી એક્ટ હેઠળ ગુનો નોંધવા સૂચના આપવામાં આવી છે.

આજથી બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા


બીજી તરફ રાજ્યભરમાં આજથી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પ્રેક્ટિકલ પરીક્ષા 2 માર્ચે પૂર્ણ થશે.કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી વિષયોની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષા સવાર અને બપોર એમ બે તબક્કામાં લેવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષા સવારે 10 થી 1 અને બપોરે 2 થી 5 દરમિયાન લેવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા નિયુક્ત જિલ્લા કેન્દ્રો પર લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. પ્રાયોગિક પરીક્ષાના ગુણ પરીક્ષા કેન્દ્રના સંચાલકોએ પરીક્ષાર્થીઓને ફાળવેલ પરીક્ષા SID નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઈન માર્કસ ભરવા માટેની સૂચનાઓ લોગીન પછી જોઈ શકાશે.

Related Articles

Back to top button