NationalTrending News

ભૂકંપના બ્રેકિંગ ન્યૂઝઃ જમ્મુ-કાશ્મીરના કટરામાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધરતી પરનું સ્વર્ગ ધ્રૂજી ઊઠ્યું.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી માહિતી મળી હતી કે આજે સવારે 5:01 વાગ્યે જમ્મુ અને કાશ્મીરના કટરાથી 97 કિમી પૂર્વમાં રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.


જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી માહિતી મળી હતી કે આજે સવારે 5:01 વાગ્યે જમ્મુ અને કાશ્મીરના કટરાથી 97 કિમી પૂર્વમાં રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં, કોઈ જાનહાનિના અહેવાલ નથી. ભૂકંપની તીવ્રતા 3.6 હોવાથી જાનહાનિની શક્યતા ઓછી છે.

તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ વિશ્વના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાજેતરમાં ન્યુઝીલેન્ડ અને ફિલિપાઈન્સમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જોકે, કોઈ નુકશાન થયું ન હતું. સિક્કિમના યુક્સોમ વિસ્તારમાં 13 ફેબ્રુઆરીએ સવારે 4.15 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિચટલ સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી હતી.


ગુજરાતમાં પણ વારંવાર ભૂકંપના આંચકા આવતા રહે છે

12 ફેબ્રુઆરીએ બપોરે 2.44 કલાકે તાલાલાથી 7 કિમી દૂર 2.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

11 ફેબ્રુઆરીએ બપોરે 1.51 કલાકે કચ્છના દુધઇમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

સુરતમાં 11 ફેબ્રુઆરીએ બપોરે 12.52 કલાકે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

9 ફેબ્રુઆરીએ કચ્છના દુધઇમાં બપોરે 1.45 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

8 ફેબ્રુઆરીએ કચ્છના ભચાઉમાં રાત્રે 9.08 કલાકે 3.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

6 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 9.10 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

5 ફેબ્રુઆરીના રોજ સવારે 11.11 વાગ્યે કચ્છના ભચાઉમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

4 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના ગોંડલમાં રાત્રે 8.15 કલાકે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

4 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

4 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

14 ફેબ્રુઆરીએ તાપીના ઉકાઈમાં 2.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.


જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં પણ ભૂકંપના નાના આંચકા અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરૂઆતથી ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં કુલ 10 ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Related Articles

Back to top button