Big NewsTrending News

મોંઘવારીનો ઝટકો / બાકી હોય તો ખરીદી લેજો આ 3 ચીજ, આવતા મહિને વધી જશે ભાવ, GST બેઠકમાં લેવાશે નિર્ણય

આવતા મહિને GST મીટિંગમાં ભાવ વધી શકે છે

ફ્રિજ, એર કંડિશનર અને વોશિંગ મશીન પરના GST દર આગામી મહિને GST કાઉન્સિલની બેઠકમાં વધારવામાં આવે તેવી શક્યતા છે.

● લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગશે

● AC અને કુલર અને વોશિંગ મશીન પર GST વધી શકે છે

● જો AC અને કૂલરને 28 ટકા GST સ્લેબમાં સામેલ કરવામાં આવે તો કિંમત વધી જશે

● GSTની બેઠક આવતા મહિને યોજાવાની છે

● મીટિંગમાં ખાદ્યપદાર્થો સિવાયની વસ્તુઓના દરમાં વધારો કરવાની શક્યતા

ખાદ્યપદાર્થોની વધતી કિંમતોથી પરેશાન સામાન્ય માણસને વધુ એક વાર ફટકો પડવાનો છે. આવતા મહિનાથી એસી, ફ્રીજ, વોશિંગ મશીન મોંઘા થઈ શકે છે. સરકાર વોશિંગ મશીન, ફ્રીજ અને એસી જેવી સફેદ વસ્તુઓ પર જીએસટી વધારવાનું વિચારી રહી છે. સરકાર વોશિંગ મશીન, ફ્રિજ અને AC પર હાલનો GST 18 ટકાથી વધારીને 28 ટકા કરવા અંગે ચર્ચા કરી રહી છે. સરકાર આ 3 વસ્તુઓને 28 ટકાના GST સ્લેબમાં લાવવા માંગે છે. જો તેમ થયું તો ત્રણેય વસ્તુઓના ભાવમાં ભારે વધારો થશે. GST કાઉન્સિલની આગામી મહિને બેઠક યોજાશે જેમાં નિર્ણય લેવામાં આવશે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું છે.

કઈ વસ્તુઓ GST દર વધારી શકે છે
સરકાર એસી, ફ્રીજ અને વોશિંગ મશીન પર GST વધારવા પર વિચાર કરી રહી છે. એટલે કે હાલમાં AC, ફ્રીજ, વોશિંગ મશીન પર 18 ટકા GST વસૂલવામાં આવે છે, હવે સરકાર આ વસ્તુઓ પર 28 ટકા GST વસૂલવાનું વિચારી રહી છે. જો 28 ટકા જીએસટી લાગુ થશે તો એસી, ફ્રીજ, વોશિંગ મશીનની કિંમતો વધી શકે છે. રિપોર્ટ અનુસાર, સરકાર વ્હાઇટ ગુડ્સ પર GST 18 ટકાથી વધારીને 28 ટકા કરવા પર વિચાર કરી રહી છે. વ્હાઇટ ગુડ્સ હાલમાં 18 ટકાના GST સ્લેબમાં છે. તમને જણાવી દઈએ કે ચાર વર્ષ પહેલા સરકારે વ્હાઇટ ગુડ્સ પર GST રેટ 28% થી ઘટાડીને 18% કર્યો હતો.

GST સ્લેબ ઘટાડવા સરકારની તૈયારી
કેન્દ્ર સરકાર GSTના હાલના ચાર સ્લેબ ઘટાડીને ત્રણ કરવાની યોજના બનાવી રહી છે. આગામી મહિને મળનારી GST કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. ભારતમાં હાલમાં GSTના ચાર સ્લેબ છે – 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. આ યોજના હેઠળ સરકાર 12 અને 18 ટકાના સ્લેબને હટાવીને 15 ટકાનો નવો સ્લેબ બનાવી શકે છે. આ સાથે 5 ટકાના સ્લેબને 6 કે 7 ટકા સુધી વધારી શકાય છે. 28 ટકાના સ્લેબને બદલવાની કોઈ યોજના નથી, એટલે કે સ્લેબ 28 ટકા પર સ્થિર રહેશે. દેશના કુલ GST કલેક્શનમાંથી લગભગ 70 ટકા હિસ્સો 18 ટકા સ્લેબમાંથી આવે છે. 18 ટકાનો સ્લેબ 480 વસ્તુઓ સાથે આવે છે.

આ વસ્તુઓનો 5 ટકાના GST સ્લેબમાં સમાવેશ કરવામાં આવ્યો છે
હાલમાં 5% સ્લેબમાં ફ્રોઝન શાકભાજી, ખાતર, મસાલા, પ્લાસ્ટિક વેસ્ટનો સમાવેશ થાય છે. તેમજ ઘી, બદામ, ફળ, પર્સ, હેન્ડબેગ 12 ટકા આવે છે. 18 ટકાના સ્લેબમાં વોશિંગ મશીન, એસી, રેફ્રિજરેટર, કેમેરા, શેમ્પૂનો સમાવેશ થાય છે જ્યારે 8 ટકાના સ્લેબમાં મોટરસાઇકલ, પાન મસાલા, સનસ્ક્રીનનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button