એરોન ફિન્ચ નિવૃત્તિઃ ભારત સામેની સિરીઝ પહેલા આ ઓસ્ટ્રેલિયન સ્ટારે અચાનક કરી સંન્યાસની જાહેરાત, જાણો વિગત

એરોન ફિન્ચની નિવૃત્તિ: 2021માં T20 વર્લ્ડ કપ અને 2015માં ODI વર્લ્ડ કપ જીતવો એ મારી કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણો છે.
એરોન ફિન્ચ નિવૃત્તિ: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ પહેલા તે વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. તેણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમવા આવી છે, તે જ સમયે સન્યાસની જાહેરાતે બધાને ચોંકાવી દીધા છે.
ફિન્ચે એક નિવેદનમાં શું કહ્યું
ફિન્ચે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, મને અફસોસ છે કે હું 2024નો T20 વર્લ્ડ કપ નહીં રમીશ. આ સ્થિતિમાં નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે, જે ટીમને આગળની વ્યૂહરચના પર કામ કરવા દેશે. હું મારા પરિવાર, પત્ની, ટીમ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોનો આભાર માનું છું. હું ચાહકોનો પણ આભાર માનું છું જેમણે મને હંમેશા સપોર્ટ કર્યો છે. 2021માં T20 વર્લ્ડ કપ અને 2015માં ODI વર્લ્ડ કપ જીતવો એ મારી કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણો છે. 12 વર્ષ સુધી દેશ માટે રમવું, કેટલાક શ્રેષ્ઠનો સામનો કરવો એ એક સન્માન છે જે દરેક પ્રાપ્ત કરવા માંગે છે.
ફિન્ચે 5 ટેસ્ટમાં 278 રન, 146 ODIમાં 5406 રન, 130 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 142.5ની સ્ટ્રાઈક રેટથી 3120 રન અને IPLની 92 મેચોમાં 2091 રન બનાવ્યા છે. 2018માં તેણે ઝિમ્બાબ્વે સામે 76 બોલમાં 172 રન બનાવ્યા અને રેકોર્ડ બનાવ્યો. ભારત સામેની શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયાને આંચકો માનવામાં આવી રહ્યો છે.