GujaratTrending News

100 બાઇક આગની લપેટમાં: સંતરામપુરમાં હોન્ડાના શોરૂમમાં ભીષણ આગ; માલિકને 1.5 કરોડનું નુકસાન

સંતરામપુર શહેરના કોલેજ રોડ પર આવેલ ગાંધી હોન્ડા બાઇકના શો રૂમમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી છે. એક જ શોરૂમમાં લાગેલી આગમાં 100 જેટલી બાઇક બળીને ખાખ થઈ ગઈ છે. આગ એટલી ભયાનક હતી કે આખો શો રૂમ આગની લપેટમાં આવી ગયો હતો. બધી બાઈક સળગવા લાગી.


સમગ્ર ઘટના સ્થાનિકોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, લુણાવાડા ફાયરની ટીમને જાણ કરતાં ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આગની સમગ્ર ઘટનાનું કારણ હજુ અસ્પષ્ટ છે.


આગની ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ કયા કારણોસર લાગી અને આગના કારણે કેટલું નુકસાન થયું તે જાણી શકાયું નથી. પરંતુ શો રૂમના માલિકના જણાવ્યા મુજબ શો રૂમની અંદર 100 જેટલી બાઇક હતી અને અન્ય સ્પેરપાર્ટ મળી આવ્યા હતા અને 1 થી દોઢ કરોડનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.

Related Articles

Back to top button