SportsTrending News

ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત સુરતીલાલાની પસંદગી, સ્ટાર ખેલાડી હરમીત દેસાઈ ક્વોલિફાય

સુરતને ગૌરવ અપાવતા મોટા સમાચાર સામે આવ્યા છે. હરમીત દેસાઈએ કતારના દોહામાં રમાયેલી એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ જીતી લીધી છે. હરમીત દેસાઈ હવે મે મહિનામાં વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા માટે સાઉથ આફ્રિકા જશે. તે વિશ્વ ચેમ્પિયનશિપમાં રમનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી પણ બનશે.


સુરતના ગૌરવ અને ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈની સિદ્ધિઓની યાદીમાં વધુ એક સફળતાનો ઉમેરો થયો છે. મે મહિનામાં દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તેની પસંદગી કરવામાં આવી છે. આ માટે હરમીતે કતારના દોહામાં રમાયેલી એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ જીતીને પોતાના દાવાને સમર્થન આપ્યું છે.

હરમીતની પસંદગી બાદ પરિવાર ખુશ છે


મે મહિનામાં દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એશિયન ખેલાડીની પસંદગી પ્રક્રિયા ચાલી રહી હતી. કતારના દોહા ખાતે એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ રમાઈ રહી હતી. જેમાં સુરતના હરમીત દેસાઈનો વિજય થયો છે. હરમીત દેસાઈએ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપની સફર નક્કી કરી લીધી છે. હરમીત દેસાઈ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી બનશે. હરમીતની પસંદગી બાદ પરિવારમાં ખુશીનો માહોલ છે.

હરમીત દેસાઈ કોણ છે?


હરમીત મૂળ ગુજરાતના સુરતનો છે. B.COM અને M.B.A(H.R) નો અભ્યાસ કર્યો. હરમીતના પિતા રાજુલ દેસાઈને પણ રમતગમતમાં રસ છે. પિતા રાજુલ દેસાઈ ગુજરાત કક્ષાએ ટેબલ ટેનિસ રમી ચૂક્યા છે. હરમીત 6 વર્ષની ઉંમરથી ટેબલ ટેનિસ રમી રહ્યો છે. 8 વર્ષની ઉંમરે U-10 સ્ટેટ લેવલનો ખિતાબ જીત્યો. પિતા 14 વર્ષ સુધી હરમીતના કોચ હતા. 15 વર્ષની વયે સ્વીડનમાંથી આંતરરાષ્ટ્રીય તાલીમ મેળવી હરમીતે અનેક વખત રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, એશિયન ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તે દરરોજ ત્રણથી ચાર કલાક ફિટનેસ પર કામ કરે છે. રફાલ નડાલ રમતગમતમાં હરમીતનો રોલ મોડલ છે. બોલિવૂડમાં શાહરૂખ ખાન અને રાજકારણમાં નરેન્દ્ર મોદીને પસંદ કરવામાં આવે છે.

Related Articles

Back to top button