અમદાવાદના શાહપુરમાં વહેલી સવારે પરિવાર સૂતો હતો ત્યારે આગ લાગી, 8 વર્ષના બાળક સહિત માતા-પિતાનું મોત
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી નવી એચ. કોલોનીમાં આજે વહેલી સવારે એક મકાનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત થયું હતું. પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે વહેલી સવારે કોઈ કારણસર આગ લાગતા ઘરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.
ઘરમાં ધુમાડો હતો અને ત્રણેય મૃતદેહો હતા
ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે, ત્યાં પહોંચ્યા બાદ રૂમમાં ધુમાડાના ગોટેગોટા હતા અને ફાયર બ્રિગેડને પતિ-પત્ની અને એક બાળકના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતા શાહપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તે એફએસએલની તપાસ બાદ જ ખબર પડશે. મૃતક જયેશભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લીનર તરીકે નોકરી કરતા હતા.
સવારે 5 વાગ્યાની આસપાસ આગનો કોલ આવ્યો
મળતી માહિતી મુજબ, અમદાવાદ ફાયર બ્રિગેડને આજે સવારે 4.55 કલાકે ફોન આવ્યો હતો કે શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે ન્યુ એચ. કોલોનીમાં એક મકાનમાં આગ લાગી હતી, જેથી ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આગનું કારણ હજુ અસ્પષ્ટ છે
ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે ઘરમાં હજુ પણ ગાદલાની આગ સળગી રહી હતી, જેને ફાયર બ્રિગેડ દ્વારા બુઝાવી દેવામાં આવી હતી, જોકે ઘરમાં ભારે ધુમાડો હતો અને એક બાળક સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. આ મકાનમાં જયેશભાઈ વાઘેલા તેમના પત્ની હંસાબેન વાઘેલા અને પુત્ર રેહાન વાઘેલા સાથે રહેતા હતા અને વહેલી સવારે કોઈ કારણસર ઘરમાં આગ ફાટી નીકળી હતી અને રૂમોમાં ફેલાઈ ગઈ હતી.
ત્રણને બહાર નીકળવાની તક મળી ન હતી
આગ વહેલી સવારે જ્યારે જયેશભાઈ અને તેમનો પરિવાર નિંદ્રાધીન હતા ત્યારે આગ લાગી હતી, કદાચ આગ ફાટી નીકળી હોવાની જાણ ન હતી. ઘર ધુમાડામાં લપેટાઈ ગયું હતું અને પતિ, પત્ની અને બાળક બહાર નીકળે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. ત્રણેય લોકોને ઘરની બહાર નીકળવાની તક મળી ન હતી અને આગમાં સળગીને મૃત્યુ પામ્યા હતા.