દિગ્ગજ ફૂટબોલર પેલે ગંભીર હાલતમાં: મિત્રો અને સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા, પુત્રીએ શેર કર્યો ફોટો

સર્વકાલીન મહાન ફૂટબોલ ખેલાડી પેલેની હાલત ગંભીર છે. બ્રાઝિલનો મહાન ફૂટબોલર હાલમાં સાઓ પાઉલોની હોસ્પિટલમાં મૃત્યુ સામે ઝઝૂમી રહ્યો છે. તેમને વિશેષ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમની તબિયત સતત બગડી રહી છે અને તેની અસર તેમની કિડની અને હૃદય પર થઈ રહી છે.
કેન્સર સામે ઝઝૂમી રહેલા 82 વર્ષના અનુભવી ફૂટબોલરને જોવા નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હોસ્પિટલમાં ઉમટી રહ્યા છે. રવિવારે તેમના પરિવારે હોસ્પિટલમાં ક્રિસમસની ઉજવણી કરી હતી. તેમની પુત્રી કેલી નાસિમેન્ટોએ રવિવારે સવારે ઇન્સ્ટા પર ફેમિલી ફોટો પોસ્ટ કર્યો હતો. તેણે 3 કલાક પહેલા તેની ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું હતું- ‘કૃતજ્ઞતા, પ્રેમ, પરિવારનું એકતા… એ જ ક્રિસમસનો સાર છે. તમે ક્રિસમસ પર મોકલેલા પ્રેમ બદલ આભાર…આભાર અને પ્રેમ. આ આનંદ અને અદ્ભુત જીવનમાં હું તેના (પેલે) વિના કંઈ નથી. આજે અને હંમેશા, મેરી ક્રિસમસ.’
જ્યારે પુત્ર એડિન્હોએ ઈન્સ્ટાગ્રામ પર ઈમોશનલ પોસ્ટમાં લખ્યું- ‘પપ્પા… તમે મારી તાકાત છો.’ પેલેનો પુત્ર એડસન ચોલ્બી શનિવારે હોસ્પિટલ પહોંચ્યો હતો. તે એડિનહો તરીકે ઓળખાય છે. પેલેની પુત્રી કેલી નાસિમેન્ટો પણ હોસ્પિટલમાં છે.
રોટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા
પેલેને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ધીમે ધીમે તેમની તબિયત બગડવા લાગી હતી. તેઓ હજુ બહાર આવ્યા નથી. પેલેને હૃદયની સમસ્યા હતી. તેમના તબીબી સ્ટાફે ચિંતા વ્યક્ત કરી, કારણ કે તેમની કીમોથેરાપી સારવાર સારી રીતે પ્રતિસાદ આપી રહી ન હતી. સપ્ટેમ્બર 2021માં તેની કોલોન ટ્યુમર દૂર કરવામાં આવી હતી. ત્યાર બાદ કીમોથેરાપી કરવામાં આવી હતી. પાલેને આ પહેલા પણ ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સતત બે વર્ષમાં 100 થી વધુ ગોલ કરનાર એકમાત્ર ખેલાડી
પેલેએ 1959માં એક કેલેન્ડર વર્ષમાં 127 અને 1961માં 110 ગોલ કર્યા હતા. આવું કરનાર તે વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. તે સિવાય ઝામ્બિયન ફૂટબોલર ગોડફ્રે ચિતાલુએ 1972માં ક્લબ અને દેશ માટે 107 ગોલ કર્યા હતા. પરંતુ પેલે સતત બે વર્ષમાં બે વખત 100નો આંકડો સ્પર્શી ચૂક્યો છે.