Trending NewsWeather

ગુજરાતમાં ઠંડીઃ છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં ઠંડી વધી, અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું.

રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી સપ્તાહમાં ઠંડીમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. વહેલી સવારથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોવાથી લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે.


રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી સપ્તાહમાં ઠંડીમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા હોવાથી લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. નલિયામાં કાતિલ ઠંડી પડી રહી છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. ભુજનું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીએ પહોંચી ગયું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.


અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન અનુક્રમે 10 અને 8.7 ડિગ્રી સુધી ગગડતાં તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્યના મોટાભાગના શહેરોમાં રહેતા લોકોએ મોડી રાત્રે અને વહેલી સવારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેતાં ઠંડીનો અહેસાસ કર્યો હતો. આગામી બે દિવસ દરમિયાન કચ્છના વિવિધ વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

કાંકરિયા કાર્નિવલનો આજથી રંગારંગ પ્રારંભ થયો છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. આ કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી ચાલશે. આઝાદી કા અમૃત મોહોત્સવ થીમ પર આયોજિત આ કાર્નિવલમાં લોકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. કાર્નિવલમાં આવનારા તમામ પ્રવાસીઓએ ફરજિયાતપણે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. તમામ લોકોને ફરજિયાત માસ્ક સાથે પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. કાંકરિયા કાર્નિવલને સીએમ ભૂપેન્દ્ર પટેલે સાંજે 6.30 કલાકે ખુલ્લો મુક્યો છે. કાર્નિવલ આજથી 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે જેમાં મોટી સંખ્યામાં લોકો કાંકરિયા કાર્નિવલને માણવા આવશે. જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી ચાલશે.

Related Articles

Back to top button