તેલંગાણામાં મોટી દુર્ઘટના ટળી: ભારે વરસાદને કારણે સ્કૂલ બસ ડૂબી, 30 બાળકોને બચાવાયા

હાલમાં, સમગ્ર દેશમાં વરસાદી વાતાવરણ છે. આ સિઝનમાં ઘણી જગ્યાએ અકસ્માતના અહેવાલો પણ છે. આ જ ક્રમમાં તેલંગાણાની એક બસ ડૂબી ગઈ હોવાની વિગતો મળી રહી છે.
તેલંગાણાના મહેબૂબનગરમાં આજે 30 વિદ્યાર્થીઓને લઈ જતી એક સ્કૂલ બસ ડૂબી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ વિદ્યાર્થીઓને બચાવ્યા હતા. બાદમાં બસને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. 30 વિદ્યાર્થીઓને લઈ જતી એક સ્કૂલ બસ પૂરથી ભરાયેલા અંડરબ્રિજ રોડ પર આંશિક રીતે ડૂબી ગઈ હતી. સ્થાનિકોએ દાવો કર્યો હતો કે જ્યારે બસ ચાલક અંડરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાણીનું સ્તર વધી રહ્યું હતું. ડ્રાઇવર અને સ્થાનિકોએ શાળાના બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
એક અહેવાલ મુજબ, તેલંગાણામાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે શુક્રવારે એક રેલવે અંડર બ્રિજ પાર કરતી વખતે એક સ્કૂલ બસ અચાનક ડૂબી ગઈ હતી. બસમાં ફસાયેલા ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. બસને પાણીમાં ડૂબતી જોઈને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને એક પછી એક તમામ બાળકોને લગભગ ગળા સુધી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મહેબૂબનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. રાજ્યભરમાં સક્રિય ચોમાસાના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની વિગતો મળી રહી છે. રાજ્યના પૂરગ્રસ્ત જિલ્લાઓમાં રંગારેડ્ડી, મેડચલ-મલકજાગીરી, યાદદ્રી-ભોંગરી, કામરેડ્ડી, જંગો, રાજન્ના સિરસિલા અને જગતિયાલનો સમાવેશ થાય છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તેલંગાણામાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી અને તેની આસપાસનો વિસ્તાર ચક્રવાતી પવનોનો વિસ્તાર છે.