StateTrending News
મહારાષ્ટ્રના નાસિકમાં અકસ્માત બાદ બસમાં આગ લાગી, 11 લોકોના મોત
મહારાષ્ટ્રના નાસિકમાં અકસ્માત બાદ બસમાં આગ લાગી, 11 લોકોના મોત
મહારાષ્ટ્રના નાસિકમાં બસમાં આગ લાગતા 11 લોકોના મોત થયા છે. દોડતી બસમાં આગ લાગી હતી. સરકારે બસમાં લાગેલી આગની તપાસના આદેશ આપ્યા છે. મહારાષ્ટ્રની શિંદે સરકારે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના નાસિકમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક બસમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માત નાશિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા નામના સ્થળે થયો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ઘણા લોકો દાઝી ગયા છે.
નાસિક પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. દુર્ઘટનાની પુષ્ટિ કરતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અમોલ તાંબેએ કહ્યું કે તેમાં ઘણા લોકોના મોત થયા છે. હાલમાં મૃત્યુઆંક 11 હોવાનું જાણવા મળે છે.