વડોદરાઃ કન્ટેનર સાથે કાર-રિક્ષા અથડાતાં એરફોર્સની દિવાલ ધસી; 10ના મોત, 8 ઘાયલ

દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર દરજીપુરા એરફોર્સની દિવાલ સાથે અથડાયું હતું.
વડોદરાઃ દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર દરજીપુરા એરફોર્સની દિવાલ સાથે અથડાયું હતું. ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી છે. આ સમયે કોઈ જાનહાનિના અહેવાલ નથી.
સુરતથી અમદાવાદ જઈ રહેલું કન્ટેનર ફોર્ડ ફિગો કાર સાથે અથડાયું, રોંગ સાઈડ કન્ટેનર સામેથી આવતી રિક્ષાને ટક્કર મારી એરફોર્સની દિવાલ તોડી અંદર ઘુસ્યું. દેવગઢ બારિયાના વાંડેર ગામનો એક પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો. તેઓ વાઘોડિયાની પારૂલ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે જઈ રહ્યા હતા. 3ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે સયાજી હોસ્પિટલમાં 2ના મોત થયા છે.
પથ્થરમારાની ઘટનામાં 6 થી 8 લોકો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને પગલે ખેડા ડીએસપી રાજેશ ગઠિયા, ખેડા ડીવાયએસપી વીઆર બાજપાઈ, માતર મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંધેરા ગામે દોડી ગયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ
પોલીસની હાજરીમાં પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં ગરબા ન રમવાના કારણે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
સાવલીમાં પણ પથ્થરમારો
ગુજરાતના વડોદરામાં એક ગરબા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટના સાવલીની છે જ્યાં લોકોના બે જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘણા લોકોની ધરપકડ કરી. તેમજ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.