સલમાન ખાનને ફરી મારી નાખવાની ધમકી, કહ્યું- 30 એપ્રિલે મારી નાખીશ

અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે સલમાનની હત્યાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.
અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે સલમાનની હત્યાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. મુંબઈ પોલીસે આ અંગે માહિતી આપી છે. એક કોલરે પોલીસ કંટ્રોલને ફોન કરીને કહ્યું કે તે 30મીએ સલમાનને મારી નાખશે.
ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ રાજસ્થાનના જોધપુરના રહેવાસી રોકીભાઈ તરીકે આપી છે. ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે સલમાન ખાનને 30 એપ્રિલે મારી નાખવામાં આવશે.
આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફોન કરનારને શોધી રહી છે. આ ધમકી એવા સમયે આપવામાં આવી છે જ્યારે સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળ્યા બાદ સલમાને બુલેટ પ્રુફ કાર પણ ખરીદી હતી. આ પહેલા સલમાન ખાનને ગોલ્ડી બ્રાર તરફથી ધમકીભર્યો મેલ મળ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે આ મેઈલનું કનેક્શન યુકેથી છે. ઈમેલમાં દર્શાવેલ નંબર યુકેનો હતો.