બેટ દ્વારકા પાસે દરિયામાં બે યુવાનો ડૂબી ગયાઃ બે મૃતદેહ મળી આવ્યા

બીજા યુવાનને શોધવાની ટીમો
(પ્રતિનિધિ દ્વારા) જામ ખંભાળિયા, તા.9
સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા સ્થિત હાજી કિરમાણીની દરગાહ પાસે આજે સવારે બે યુવાનો દરિયામાં ડૂબી ગયા હતા. આથી સ્થાનિકોએ તપાસ કરતાં બપોર બાદ દરિયામાંથી યુવાનની લાશ મળી આવી હતી. જ્યારે અન્ય યુવકનો સાંજ સુધી પત્તો લાગ્યો ન હતો.
બંને યુવકો જામનગરના રહેવાસી હોવાનું જાણવા મળે છે. જામનગરમાં રહેતા મહંમદ હમજા અને અમાજ પટ્ટણી નામના બે યુવકો આજે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા નજીક હાજી કિરમાણીની દરગાહ પાસેના દરિયામાં કોઈ કારણોસર ડુબી ગયા હતા. આથી આ સ્થળે હાજર લોકોએ બંનેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા. જો કે દરિયાના જોરદાર મોજામાં બંને યુવાનો ડૂબી ગયા હતા. જેમાંથી આજે બપોરે મહંમદ હમજા નામના યુવાનની લાશ મળી આવી હતી. પરંતુ મોડી સાંજ સુધી અન્ય યુવક અમેજ પટ્ટણીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેની શોધ ચાલુ છે.