IND vs PAK: એશિયા કપમાં ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, જુઓ ટૂર્નામેન્ટના આંકડા
ભારતે એશિયા કપના સુપર 4માં સ્થાન મેળવ્યું છે અને પાકિસ્તાન હોંગકોંગને હરાવીને ત્યાં પહોંચી શકે છે. જો આમ થશે તો ભારત-પાકિસ્તાન રવિવારે ફરી એક-બીજા સામે ટકરાશે.
India Vs Pakistan: ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે ફરી એકવાર ટક્કર થઈ શકે છે. એશિયા કપના સુપર-4માં રવિવારે બંને વચ્ચે ટક્કર થઈ શકે છે. જો કે આ માટે પાકિસ્તાને આજે હોંગકોંગને હરાવવું પડશે. આ મેચ શુક્રવારે રમાશે અને હોંગકોંગ ચોક્કસપણે આટલી આસાનીથી પોતાનું હથિયાર નહીં મૂકે. કારણ કે આ ટીમે ભારતને આકરો પડકાર આપ્યો હતો. ભારતે ભલે બીજી મેચમાં હોંગકોંગને 40 રનથી હરાવ્યું હોય પરંતુ તેના બોલરોએ વિરાટ, રાહુલ અને રોહિત જેવા બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. પાકિસ્તાનનો મિડલ ઓર્ડર બિનઅનુભવી છે અને તેના માટે હોંગકોંગના બોલરોને હરાવવું આસાન નહીં હોય.
ભારત એશિયા કપ 2022માં 2 લીગ મેચ રમી ચૂક્યું છે. ભારતીય ટીમ 2 મેચ જીતીને સુપર 4માં પહોંચી છે. અફઘાનિસ્તાનની ટીમ ભારત પહેલા સુપર 4માં પહોંચી છે. તો ગુરુવારે રમાયેલી મેચમાં શ્રીલંકાની ટીમે પણ સુપર 4માં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે માત્ર એક જ જગ્યા ખાલી છે. ગ્રુપ Aમાં આજે પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મેચ રમાશે. આ બેમાંથી જે ટીમ મેચ જીતશે તે સુપર 4માં સ્થાન મેળવશે.
પાકિસ્તાન માટે હોંગકોંગને હરાવવું મુશ્કેલ નહીં હોય. ત્યારે પાકિસ્તાનનું સુપર4માં પહોંચવું લગભગ નિશ્ચિત છે.
ભારત અને પાકિસ્તાન ફરી ટકરાશે
ગ્રુપ Aમાં પાકિસ્તાન અને હોંગકોંગની ટીમો પોતાની પ્રથમ મેચ ભારત સામે હારી ચૂકી છે. હવે બંને ટીમો માટે કરો યા મરો મેચ છે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને વિજેતા ટીમ સુપર-4માં આગળ વધશે. પાકિસ્તાન માટે હોંગકોંગને હરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુપર-4ની બીજી મેચમાં બંને ટીમો ફરી સામસામે આવી શકે છે. આ મેચ 4 સપ્ટેમ્બરે રમાશે. ગ્રુપ બીમાં અફઘાનિસ્તાનની ટીમ અને શ્રીલંકા ટીમ સુપર-4માં પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાનની ટીમ તેના ગ્રુપની 2 ટીમો શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવી ચૂકી છે.
ફાઈનલમાં કોને તક મળશે?
સુપર-4માં પહોંચનારી ટીમો એકબીજા સામે એક મેચ રમશે. દરેક ટીમ કુલ ત્રણ મેચ રમશે. આ ત્રણ મેચમાં સારું પ્રદર્શન કરનારી 2 ટીમો ફાઈનલ મેચ રમશે. હાલમાં ભારત અને પાકિસ્તાનની ટીમ રેકોર્ડ સાથે મજબૂત જોવા મળી શકે છે. ત્યારે એમ કહી શકાય કે બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાય તેવી શક્યતા સૌથી વધુ છે. ભારત-પાકિસ્તાનને હરાવવા માટે સુપર-4માં પહોંચવું અન્ય કોઈપણ ટીમ માટે ખૂબ મુશ્કેલ હશે. કારણ કે, અન્ય ટીમ હાલમાં ખરાબ ફોર્મમાં સંઘર્ષ કરી રહી છે