વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કવિ નર્મદ, જીવન ગૌરવ એવોર્ડની જાહેરાત
-કલા ક્ષેત્રે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીનું ર૪ ઓગસ્ટે સન્માન કરાશે
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કવિ નર્મદનોજન્મ દિવસ ૨૪ ઓગસ્ટ ”વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવે છે. આ વર્ષે પણ ૨૪ ઓગસ્ટે, રવિવારે સાંજે ૪ વાગ્યે રવન્દ્રિ નાટય મંદિર, પ્રભાદેવી, મુંબઈ મધ્યે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી લેખિની પ્રસ્તુત ધીરૂબેન પટેલ લિખિત દ્વિઅંકી નાટક ‘આરબ અને ઊંટ’ પ્રહસન દ્વારા થશે એમ એકાદમીના કાર્યાધ્યક્ષ હેમરાજ શાહે જણાવ્યું છે.
આ કાર્યક્રમમાં એક ગુજરાતી સાહિત્યિક કુમારપાળ દેસાઈ અને મરાઠી સાહિત્યિક વિજયા રાજાધ્યક્ષને કવિ નર્મદ પારિતોષિક અને રૂ. પ૧ હજારનો ચેક પ્રદાન કરવામાં આવશે. ઉપરાંત આ વર્ષના જીવન ગૌરવ પુરસ્કાર અને રૂ.
પ૧ હજારનો ચેક સાહિત્ય ક્ષેત્રે પ્રા. દીપક મહેતા, કલા ક્ષેત્રે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી, પત્રકારત્વ ક્ષેત્રે નવનીત- સમર્પણના સંપાદક દીપક દોશી અને સંસ્થાકીય ક્ષેત્રે સાહિત્ય સંસદને પ્રદાન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને સાંસ્કૃતિ કાર્યમંત્રી સંજય દેવતળે, અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રવાદી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મા. શરદ પવાર,
અતિથિ તરીકે સાંસ્કૃતિક કાર્ય ખાતાનાં રાજય મંત્રી ફૌજિયા ખાન ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન કવિ મુકેશ જોશી કરશે એમ પણ અકાદમીના કાર્યાધ્યક્ષ હેમરાજ શાહે અખબારી યાદીમાં જણાવ્યું છે.