રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 પરિણામ લાઈવઃ આજે આવશે રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ, જાણો દરેક પળના અપડેટ્સ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા સોમવારે સમાપ્ત થઈ હતી અને હવે આજે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. મતદાન બાદ મંગળવારે જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મતપેટીઓ સંસદ ભવન સંકુલના સ્ટ્રોંગ રૂમમાં પહોંચી ગયા છે. 21 જુલાઈની સવારે મતગણતરી શરૂ થશે, જે નક્કી કરશે કે દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધને દ્રૌપદી મુર્મુને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષે યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યા છે.
દિલ્હીમાં ભાજપ કાર્યાલયથી રાજપથ સુધીનો રોડ શો
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુર્મુની લગભગ નિશ્ચિત જીતની ઉજવણી કરવા માટે દિલ્હી ભાજપ કાર્યાલયથી પંત માર્ગ પર રાજપથ સુધી રોડ શો યોજવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ સાંજ સુધીમાં આવે તેવી શક્યતા છે
21/07/2022 બપોરે 12:14
રાષ્ટ્રપતિની ચૂંટણી: મત ગણતરી શરૂ
રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી સંસદ ભવનમાં શરૂ થઈ ગઈ છે. સંસદ ભવનનાં રૂમ નંબર 63માં મતગણતરી ચાલી રહી છે. પહેલા સાંસદોના વોટની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યોની મત ગણતરી શરૂ થશે.
– 2017માં રામનાથ કોવિંદને 7,02,044 વોટ મળ્યા હતા
વર્તમાન રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે વર્ષ 2017માં કુલ 10,69,358 મતોમાંથી 7,02,044 મત મેળવીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. તેમના હરીફ મીરા કુમારને માત્ર 3,67,314 વોટ મળ્યા હતા. દિલ્હીમાં બીજેપી ઓફિસથી રાજપથ સુધીનો રોડ શો.
દ્રૌપદી મુર્મુના નિવાસ સ્થાને તૈયારીઓ