NationalTrending News
Trending
તિરંગાનું ઘોર અપમાન! - કચરાની ગાડીમાં લાવીને લોકોને વહેંચી રહ્યા છે રાષ્ટ્રીય ધ્વજ
Terrible insult to tricolor! - National flags are being distributed to people by bringing them in garbage carts
આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે 13 ઓગસ્ટથી હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. જે 15 ઓગસ્ટ સુધી ચાલશે. આ અભિયાનનો ભાગ બનવા માટે દરેક વ્યક્તિ પોતાના ઘર પર ત્રિરંગો ઝંડો ફરકાવે છે. આ બધાની વચ્ચે રામનગર અયોધ્યા જિલ્લામાં ત્રિરંગાનું અપમાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે.
અખિલેશ યાદવે બુલંદશહેર જિલ્લાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં જોવા મળે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કચરો ઉપાડનાર રાષ્ટ્રધ્વજ લાવીને તેનું વિતરણ કરી રહ્યો છે.