ગુજરાત શિક્ષણ વિભાગનો નિર્ણય:ધોરણ 9થી 12ના વિદ્યાર્થી હવે ગુજરાતી, અંગ્રેજી સહિતના માધ્યમ બદલી શકશે
Gujarat Education Department's decision: Students of standard 9 to 12 can now change medium including Gujarati, English
વિદ્યાર્થીઓએ પ્રથમ સેમેસ્ટરમાં જ DEO ને અરજી કરવાની રહેશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે કે ધોરણ 9 થી 12માં ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે.
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી, ગુજરાતી સહિતના વિવિધ માધ્યમોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે વિવિધ માધ્યમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવાની તક આપવી જોઈએ જ્યારે આ વિદ્યાર્થીઓ માધ્યમ બદલી શકતા નથી, જેના પરિણામે તેઓને નુકસાન થાય છે.
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિની બેઠકમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમમાં ફેરફાર કરવા દેવા અંગે ચર્ચા થઈ હતી.