TollywoodTrending News
Trending

હેપ્પી બર્થડે મહેશ બાબુ: મહેશ બાબુએ 4 વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું, પિતાના કહેવાથી 9 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીથી દૂર રહ્યા

Happy Birthday Mahesh Babu:Mahesh Babu made his debut in Telugu film at the age of 4, stayed away from the industry for 9 years at the behest of his father

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુનો જન્મ 9 ઓગસ્ટ 1975ના રોજ ચેન્નાઈ, તમિલનાડુમાં થયો હતો. મહેશ બાબુના પિતાનું નામ કૃષ્ણા ઘટ્ટમાનેની છે. જે તેલુગુ ફિલ્મોના નિર્માતા હોવાની સાથે સાથે એક્ટર પણ છે. અને માતા ઈન્દિરા દેવી છે. અભિનેતા મહેશ બાબુ મુખ્યત્વે તેલુગુ સિનેમામાં અભિનય માટે જાણીતા છે. ઓસ્ટ્રેલિયામાં બી ગોપાલની ફિલ્મ ‘વંશી’ના શૂટિંગ દરમિયાન મહેશ બાબુએ તેની કો-સ્ટાર નમ્રતા શિરોડકરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. લગભગ ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.




મુંબઈની મેરિયટ હોટેલમાં ફિલ્મ ‘અથાડુ’ના શૂટિંગ દરમિયાન 10 ફેબ્રુઆરી 2005ના રોજ બંનેએ લગ્ન કર્યા હતા. 31 ઓગસ્ટ, 2005ના રોજ, નમ્રતા શિરોડકરે હૈદરાબાદની ગ્લોબલ હોસ્પિટલમાં ગૌતમ કૃષ્ણ નામના પ્રથમ બાળકને જન્મ આપ્યો. સમય પહેલા બાળકનો જન્મ થતાં નમ્રતા શિરોડકરની હાલત થોડી નાજુક બની ગઈ હતી. જો કે તબીબો દ્વારા સમયસર સારવાર મળતા તેણી સાજી થઇ ગઇ હતી. બાદમાં 20 જુલાઈ, 2012 ના રોજ, અભિનેત્રીએ એક છોકરીને જન્મ આપ્યો, જેનું નામ તેણે સિતારા રાખ્યું. અભિનેતાએ અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.




મહેશ બાબુ ઘણા એવોર્ડ પણ જીતી ચુક્યા છે. જેમાં આઠ નંદી એવોર્ડ, પાંચ ફિલ્મફેર સાઉથ એવોર્ડ, ચાર દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ, ત્રણ સિનેમા એવોર્ડ અને એક આઈફા ઉત્સવમ એવોર્ડનો સમાવેશ થાય છે. મહેશ બાબુ પ્રોડક્શન હાઉસ જી મહેશ બાબુ એન્ટરટેઈનમેન્ટના માલિક પણ છે. મહેશ બાબુએ વર્ષ 1979માં રિલીઝ થયેલી ફિલ્મ ‘નીડા’માં કેમિયો રોલ કરીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે એક બાળકના રોલમાં જોવા મળ્યો હતો. તે સમયે મહેશ બાબુ માત્ર 4 વર્ષના હતા. બાદમાં તે તેના પિતાના કહેવા પર 9 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીથી દૂર રહ્યો, તેણે તેના પિતાના કહેવા પર આ કર્યું.




તેના પિતા ઈચ્છતા હતા કે તે પહેલા તેનો અભ્યાસ પૂર્ણ કરે. વર્ષ 1999માં મહેશ બાબુ ફિલ્મ ‘રાજાકુમારુડુ’માં લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમના અભિનય માટે તેમને બેસ્ટ મેલ ડેબ્યૂ માટે નંદી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પછી મહેશ બાબુ ‘અથાડુ’, ‘પોકિરી’, ‘દુકુડુ’, ‘બિઝનેસમેન’, ‘સીથામ્મા વકિતલો સિરીમલ્લે ચેટ્ટુ’, ‘નેનોક્કડિન’, ‘શ્રીમંથુડુ’ અને ‘મહર્ષિ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા. મહેશ બાબુ ફિલ્મોની સાથે એક ચેરિટેબલ ટ્રસ્ટ અને હીલ-એ-ચાઈલ્ડ ચલાવે છે. તેઓ રેઈનબો હોસ્પિટલ સાથે ગુડવિલ એમ્બેસેડર તરીકે પણ જોડાયેલા છે.

Related Articles

Back to top button