શોકિંગ CCTV, 3 સેકન્ડમાં જ કારના કૂચ્ચા:ધાનેરા હાઈવે પર 100ની સ્પીડે આવી રહી હતી કાર, રોડ ક્રોસ કરતા બાઈક ચાલકને બચાવવામાં કાર 3-4 પલટી ખાઈને ખાડામાં પડી
Shocking CCTV, car crash in 3 seconds: The car was coming at a speed of 100 on the Dhanera highway, while trying to save the bike driver crossing the road, the car overturned 3-4 and fell into the pit.
થરાદ-ધાનેરા હાઇવે પર ભોરડુ ગામ પાસે પુરપાટ ઝડપે આવી રહેલી કાર બાઇક ચાલકને બચાવવા જતાં પલટી મારી ગઇ હતી. અકસ્માતની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં થરાદના ભોરડુ ગામ નજીક પેટ્રોલ પંપ પાસે પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઇક ચાલકને બચાવવા જતાં કાર પલટી મારી હતી. જેના કારણે કારમાં બેઠેલા 3 લોકોનો આબાદ બચાવ થયો હતો.
આ ઘટના પેટ્રોલ પંપના CCTVમાં કેદ થઈ ગઈ
થરાદ હાઈવે વિસ્તારોમાં અકસ્માતના અનેક બનાવો બને છે. કેટલાક અકસ્માતોમાં લોકોના જીવ પણ જાય છે. ત્યારે થરાદ ધાનેરા રોડ પર ભોરડુ ગામ પાસે હાઈવે પેટ્રોલ પંપ સામે 100ની ઝડપે આવી રહેલી કારના ચાલકે બાઇક ચાલકને બચાવવા જતાં કાર પલટી મારી હતી. કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. જોકે, બાઇકચાલકને બચાવવા જતાં કાર પલટી જતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાં બેઠેલા ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જો કે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી.