Trending NewsWeather
Trending

મેઘના મંડાણ: આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં મેઘરાજા વરસશે

Mandana of Megha: Forecast of normal rain for the next 5 days, Megharaja will rain in Ahmedabad including South Gujarat

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે જ્યારે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડશે.

ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે જ્યારે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડશે. આ ઉપરાંત તાપમાનમાં પણ એકથી બે ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.




કવાંટ તાલુકામાં ભારે વરસાદ

છોટા ઉદેપુર કવાંટ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે રમડીયા ગામ પાસે દુધવાલ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. દુધવાલ નદીના સામેના કિનારે શાળાના બાળકો ફસાયા હતા. બાળકોને ખભા પર ઉઠાવીને નદી પાર કરાવવામાં આવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વાલીઓને જીવના જોખમે બાળકોને લઈ જવાની ફરજ પડી હતી ત્યારે હવે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.




સાબરકાંઠાના ઈડર પંથકમાં ભારે વરસાદ

શનિવારે સતત બીજા દિવસે પડેલા ભારે વરસાદને કારણે બડોલીની ઘુંવાવ નદી બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ઈડરમાં છેલ્લા 24 કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાલુકામાં સિઝનમાં અત્યાર સુધીમાં 23 ઈંચ વરસાદ નોંધાયો છે. નોંધાયેલ છે.

Related Articles

Back to top button