68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત: અજય દેવગણ અને સૂર્યાને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર, શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ 'તુલસીદાસ જુનિયર'; આ વર્ષે એક પણ ગુજરાતી ફીચર ફિલ્મ નથી
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અજય દેવગણ અને સૂર્યાને આપવામાં આવ્યો છે
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અજય દેવગણ અને સૂર્યાને આપવામાં આવ્યો છે. ફિલ્મ ‘સુરરાઈ પોતારુ’ને બેસ્ટ ફીચર ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ વર્ષે પણ એક પણ ગુજરાતી ફિલ્મ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ જીતી શકી નથી. ગયા વર્ષે પણ એક પણ ગુજરાતી ફીચર ફિલ્મ આવી ન હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘છિછોરે’ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ, કંગના રનૌતને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી અને મનોજ બાજપેયી અને સાઉથ સ્ટાર ધનુષને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
વિજેતા યાદી:
નોન ફીચર ફિલ્મ કેટેગરી
શ્રેષ્ઠ વર્ણન: શોભા થરૂર શ્રીનિવાસન, ફિલ્મ (રેપસોડી ઓફ રેઈન: કેરળનું મોનસૂન)
શ્રેષ્ઠ સંપાદન: બોર્ડરલેન્ડ્સ
શ્રેષ્ઠ ઓડિયોગ્રાફીઃ પર્લ ઓફ ધ ડેઝર્ટ
બેસ્ટ ઓન લોકેશન સાઉન્ડ રેકોર્ડિસ્ટઃ મેજિકલ જંગલ
સામાજિક મુદ્દા પરની શ્રેષ્ઠ ફિલ્મઃ જસ્ટિસ ડિલેડ બટ ડિલિવર્ડ, થ્રી સિસ્ટર્સ
શ્રેષ્ઠ શૈક્ષણિક ફિલ્મઃ ડ્રીમીંગ ફોર વર્ડ્સ
બેસ્ટ પ્રમોશનલ ફિલ્મઃ સરમાઉન્ટિંગ ચેલેન્જીસ
શ્રેષ્ઠ કલા અને સંસ્કૃતિ ફિલ્મઃ ગિરીશ કાસરવલ્લી
દિગ્દર્શકની સર્વશ્રેષ્ઠ ડેબ્યુ નોન-ફીચર ફિલ્મ: પરિહ (મરાઠી-હિન્દી)
બેસ્ટ ડેબ્યુ નોન-ફીચર ફિલ્મ: વિશ્રે ઐયર (પરાયા)
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીઃ નિખિલ એસ પ્રવીણ
ફીચર ફિલ્મ કેટેગરી:
શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મઃ તાનાજી
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ: તુલસી દાસ જુનિયર
વિશેષ ઉલ્લેખ પુરસ્કાર: જૂન (મરાઠી)
શ્રેષ્ઠ પોશાક: તાનાજી: ધ અનસંગ વોરિયર
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીઃ અવિજાત્રિક (ધ વોન્ડરલસ્ટ ઓફ અપુ, બંગાળી)
શ્રેષ્ઠ મેકઅપ આર્ટિસ્ટઃ ટીવી રામબાબુ (નાટ્યમ, તમિલ)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનઃ અનીસ નાડોદી (એ કેપ્પેલા, મલયાલમ)
શ્રેષ્ઠ સ્ટંટઃ અયપ્પનમ કોશિયુમ
શ્રેષ્ઠ ગીત: મનોજ મુન્તાશીર (સાઇના)
શ્રેષ્ઠ કોરિયોગ્રાફી: નાટ્યમ (તમિલ)
શ્રેષ્ઠ સંપાદનઃ શ્રીકર પ્રસાદ
શ્રેષ્ઠ ઓડિયોગ્રાફીઃ ડોલ્લુ (જોબીન જયન), મી વસંતરાવ (અનમોલ ભાવે)
બેસ્ટ સ્ક્રીનપ્લેઃ સુરાઈ પોટારુ
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરઃ નાનચમ્મા
બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ રાહુલ દેશપાંડે
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલી (તમિલ ફિલ્મ: શિવરંજિનિયમ ઈનુમ સિલા પેંગલુમ.)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા: બિજુ મેનન (મલયાલમ ફિલ્મ: અયપ્પનમ કોશિયુમ)
શ્રેષ્ઠ અભિનેતા: અજય દેવગન (તાનાજી), સૂર્યા (સુરરાઈ પોટારુ)
શ્રેષ્ઠ અભિનેત્રી: અનુપમા બાલામુરલી (સુરરાઈ પોટારુ)
શ્રેષ્ઠ દિગ્દર્શન: સચ્ચિદાનંદ કેઆર (મલયાલમ ફિલ્મ: અયપ્પનમ કોશિયમ)
બેસ્ટ ફીચર ફિલ્મઃ સુરાઈ પોટ્રુ
શ્રેષ્ઠ ચિલ્ડ્રન ફિલ્મઃ સુમી (મરાઠી)
પર્યાવરણ વાર્તાલાપ પર શ્રેષ્ઠ ફિલ્મ: મનહ અરુ માનુહ (આસામ)
દિગ્દર્શકની શ્રેષ્ઠ ડેબ્યૂ ફિલ્મ માટે ઈન્દિરા ગાંધી એવોર્ડ: મંડેલા (તમિલ ફિલ્મ)
શ્રેષ્ઠ બાળ કલાકારઃ અનીશ મંગેશ ગોસાવી, સુમી (તક-તક, મરાઠી ફિલ્મ), આકાંક્ષા પિંગલે, દિવ્યેશ ઈન્દુલકર (સુમી, મરાઠી ફિલ્મ)
વિપુલ શાહે 10 સભ્યોની જ્યુરીનું નેતૃત્વ કર્યું હતું. અન્ય સભ્યોમાં સિનેમેટોગ્રાફર ધરમ ગુલાટી, જી.એસ. ભાસ્કર, કલાકારો શ્રીલેખા મુખર્જી, એ કાર્તિકરાજા, વીએન આદિત્ય, વીજી થમ્પી, સંજીવ રતન, એસ થંગાદુરાઈ અને નિશીકંધાનો સમાવેશ થાય છે.
68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પાંચ કેટેગરીમાં રજૂ કરવામાં આવ્યા હતા
દાદા સાહેબ ફાળકે પુરસ્કાર: પછીથી જાહેર કરવામાં આવશે.
ફીચર ફિલ્મ વિભાગ: 28 શ્રેણીઓ
નોન-ફીચર ફિલ્મ વિભાગ: 22 શ્રેણીઓ
શ્રેષ્ઠ લેખન વિભાગ: 1 શ્રેણી
મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ