અમૂલ બાદ બરોડા ડેરીએ પણ ભાવ વધાર્યા, જાણો તમારા ખિસ્સામાં કેટલા વધારાના પૈસા જશે
5 ટકા GSTને કારણે બરોડા ડેરીએ ભાવ વધાર્યા છે… એક કપ દહીં અને છાશના ભાવમાં 1 થી 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે..
રવિ અગ્રવાલ/વડોદરા: સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે અનેક વસ્તુઓના ભાવ લોકોને ચોંકાવી રહ્યા છે. તાજેતરમાં અમૂલે તેના ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો હતો, હવે અન્ય ડેરીઓ પણ ભાવવધારા તરફ આગળ વધી રહી છે. અમૂલ બાદ વડોદરાની બરોડા ડેરીએ દહીં, છાશના ભાવમાં વધારો કર્યો છે. દહી છાશમાં 1 રૂપિયાથી 15 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો GSTમાં 5 ટકાનો વધારો કરીને કરવામાં આવ્યો છે. ગઈકાલથી નવા દરો લાગુ કરવામાં આવ્યા છે.
કોઈપણ વસ્તુની કિંમત કેટલી વધી છે તે શોધો
આ ઉપરાંત આગામી મંગળવારે બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા પણ યોજાશે, જેમાં ડેરીની કામગીરીનો વાર્ષિક અહેવાલ સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવશે.
અમુલે પણ ભાવ વધાર્યા
ગત સપ્તાહમાં અમુલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો છે.
અમુલ દહીના 400 ગ્રામના પાઉચ પર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ત્યારે 1 કિલો દહીંના પાઉચ પર રૂપિયા 4 નો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે 200 ગ્રામ દહીંના કપમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ત્યારે 400 ગ્રામ દહીંના કપમાં રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે.
અમુલે તેની છાશના પાઉચના ભાવમાં પણ વધારો કર્યો છે.
અમુલે 500 એમએલ છાશના પાઉચ પર 1 રૂપિયાનો વધારો કર્યો છે.
1 લિટર છાશના પાઉચ ઉપર કોઈ ભાવ વધારો સામે આવ્યો નથી.