BollywoodTrending News

શાહરૂખે ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂરાં કર્યા, યશ રાજ ફિલ્મ્સે 'પઠાણ'નું મોશન પોસ્ટર રિલીઝ કરીને આપી ખાસ ભેટ, ફિલ્મ 2023માં રિલીઝ થશે

મેગાસ્ટાર શાહરૂખ ખાન (SRK) એ બોલિવૂડમાં 30 વર્ષ પૂરા કર્યા છે. શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ ‘દીવાના’ 25 જૂન 1992ના રોજ રીલિઝ થઈ હતી. આ ખાસ દિવસે યશરાજ ફિલ્મ્સે SRKના ફેન્સને એક ખાસ ભેટ આપી છે. શાહરૂખની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ ડેટની સાથે એક મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થશે. આ સાથે જ મોશન પોસ્ટરમાં શાહરૂખનો કિલર લૂક પણ જોવા મળ્યો છે.

સિનેમામાં શાહરૂખની અદ્ભુત સફરની ઉજવણી માટે યશ રાજ ફિલ્મ્સે આ ખાસ દિવસે ‘પઠાણ’નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરની સાથે સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ હિન્દીની સાથે તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થવાની છે.

શાહરુખનો પ્રથમ દેખાવ

શાહરૂખ ખાને ફિલ્મ ‘પઠાણ’માં ભારતીય એજન્ટની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનો તેનો ફર્સ્ટ લુક ઘણો જ પ્રભાવશાળી છે. શાહરૂખને આ પહેલા ભાગ્યે જ કોઈએ આવા લુકમાં જોયો હશે. કિંગ ખાને સોશિયલ મીડિયા પર પોતાનું મોશન પોસ્ટર શેર કર્યું છે. જેમાં તેણે લાંબા બૂટ અને પેન્ટ-શર્ટ પહેર્યા છે. તે પણ હાથમાં ખૂબ જ ખતરનાક દેખાતી બંદૂક લઈને ઉભો છે. તેના ચહેરા અને હોઠ પર પણ લોહી જોઈ શકાય છે.

આ લુક શેર કરતી વખતે શાહરૂખ ખાને લખ્યું, ’30 વર્ષ થઈ ગયા અને અમે ચાલુ રાખીશું, તમારું હાસ્ય અને પ્રેમ અનંત છે. અમે ‘પઠાણ’ સાથે આ સફર ચાલુ રાખીએ છીએ. ‘પઠાણ’ 25 જાન્યુઆરી 2023ના રોજ આવી રહી છે.’

બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતો SRK ઘણા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. SRK છેલ્લે ડિરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. SRK 5 વર્ષ પછી મોટા પડદા પર ફરીથી એન્ટ્રી કરી રહ્યો છે.

Related Articles

Back to top button