SportsTrending News

બેન સ્ટોક્સ નિવૃત્તિ: ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.

ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોમવારે આ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, આવતીકાલે દક્ષિણ આફ્રિકા સામે તેની કારકિર્દીની છેલ્લી ODI હશે

લંડનઃ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમણે સોમવારે આ જાહેરાત કરી હતી. સ્ટોક્સ મંગળવારે પોતાની વનડે કારકિર્દીની છેલ્લી મેચ રમશે. ઇંગ્લેન્ડ મંગળવારે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ રમશે. આ મેચ ડરહામમાં રમાશે. આ પછી સ્ટોક્સ વનડેને અલવિદા કહી દેશે. તેણે ખુદ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી.

31 વર્ષીય સ્ટોક્સે અત્યાર સુધી 104 વનડેની 89 ઇનિંગ્સમાં 2919 રન બનાવ્યા છે. તેની એવરેજ 39.45 અને સ્ટ્રાઈક રેટ 95.27 છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 102 રન છે. તેણે આ ફોર્મેટમાં ત્રણ સદી અને 21 અડધી સદી ફટકારી છે.

બોલિંગમાં તેણે 87 ઇનિંગ્સમાં 74 વિકેટ ઝડપી હતી. તેમનો ઈકોનોમી રેટ 6.03 હતો. બોલ સાથે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં પાંચ વિકેટ રહ્યું છે. તેણે પોતાની કારકિર્દીમાં એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે.

Related Articles

Back to top button