Trending NewsWeather
અમદાવાદમાં ચાર ઇંચ વરસાદથી આખું શહેર પાણીમાં ડૂબી ગયું, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે મુખ્યમંત્રીએ બોલાવી તાકીદની બેઠક
અમદાવાદમાં સાંજે 7 થી 9 વાગ્યા સુધીમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જોધપુર, સેટેલાઇટ, સરખેજ, ઇસ્કોન, એસજી હાઇવે, જુહાપુરા સહિતના વિસ્તારોમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આશ્રમ રોડ, ઉસ્માનપુરા, વાડજ, મણિનગર, કાંકરિયા, કોતરપુર, સરદારનગર, નોબલનગર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો હતો. ધોધમાર વરસાદ બાદ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદમાં આજે સિઝનનો સૌથી ભારે વરસાદ થયો છે. અમદાવાદના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે.
અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે બોપલ સહિત કેટલાક વિસ્તારોમાં યુજીવીસીએલના વીજ જોડાણ સાથે વીજ પુરવઠો ખોરવાયો છે. વીજળી ડૂલ થવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.