Trending NewsWeather

ગુજરાતના આ વિસ્તારોમાં આજે પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કર્યું.

હવામાન વિભાગે જણાવ્યું કે આજે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને વડોદરામાં વરસાદ પડશે.

  • રાજ્યના બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે વરસાદ પડશે
  • દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ અને નવસારીમાં વરસાદની આગાહી
  • અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને વડોદરામાં પણ વરસાદ પડશે

રાજ્ય (ગુજરાત)માં હવે ચોમાસું આવી ગયું છે. ત્યારે આજે ફરી હવામાન વિભાગે કહ્યું છે કે આજે રાજ્યમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો યુ.પી. આજે ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં પણ વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી છે.

અત્યાર સુધીમાં રાજ્યના 109 તાલુકાઓમાં વરસાદ થયો છે

મહત્વનું છે કે, રાજ્યમાં હવે ચોમાસું સત્તાવાર રીતે પ્રવેશી ચૂક્યું છે અને અત્યાર સુધીમાં રાજ્યના 109 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જ્યારે હવામાન વિભાગે આજે ફરીથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 તાલુકાઓમાં વરસાદ પડ્યો

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ પડયો છે. જ્યારે કાલાવડમાં 2.5 ઈંચ, મૂળીમાં 1 ઈંચ, પડધરીમાં 1 ઈંચ, રાજકોટમાં 1 ઈંચ, સાયલામાં અડધો ઈંચ અને ધંધુકામાં અડધો ઈંચ વરસાદ પડયો છે.

રાજકોટમાં ગઈ કાલે અડધા કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજ બાદ રાજકોટમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં માત્ર અડધા કલાકમાં 2 ઈંચ વરસાદ પડી ગયો હતો. જેમાં કાલાવડ રોડ, મવડી રોડ, 150 ફૂટ રીંગ રોડ પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત મહિલા કોલેજ અંડરબ્રિજ, કિસાનપરા ચોક, કાલાવડ રોડ, ગોંડલ રોડ પર પાણી જમા થતાં તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી ધોવાઈ ગઈ હતી. ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રથમ વરસાદ જ વાવણી લાયક જોવા મળ્યો હતો. જેથી રાજકોટવાસીઓને ભારે વરસાદથી રાહત મળી હતી. શહેરના અનેક વિસ્તારોમાં દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું.

દર વર્ષની જેમ ચોમાસા પહેલાનું નબળું પ્રદર્શન

રાજકોટમાં ચોમાસાનો પ્રથમ વરસાદ પડ્યો હતો. જેમાં મનપાની પ્રિ-મોન્સુન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. શહેરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડતા વેસ્ટઝોનના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વેસ્ટઝોનમાં અંડરબ્રિજ અને વોકળા પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હતા. જેથી શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થયા બાદ મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ચોમાસુ પહોંચવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહી. 16 અને 17મીએ વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અમદાવાદમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં નિર્ધારિત સમય મુજબ વરસાદ પડ્યો છે. જો આગાહી મુજબ ગુજરાતમાં સારો વરસાદ પડે તો ખેડૂતો પ્રથમ વરસાદમાં વાવણી કરી શકશે.

Related Articles

Back to top button