NationalTrending News

પયગંબર પર ટિપ્પણી બાદ ભાજપની કાર્યવાહીનું કારણ:8 વર્ષમાં PM મોદીએ ઊભી કરેલી ઇમેજને બેજવાબદાર નિવેદનોથી નુકસાન થયું

પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક નિવેદનને લઈને ખાડી દેશોના વિરોધ બાદ ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. પાર્ટીએ તેના બે પ્રવક્તા નુપુર શર્મા અને નવીન કુમાર પર કાર્યવાહી કરીને એક મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ કર્યો અને તે પછી એવા નેતાઓની યાદી તૈયાર કરીને તેમને વિવાદાસ્પદ નિવેદનોથી દૂર રહેવાની સૂચના પણ આપી હતી.

અહીં આતંકી સંગઠન અલ કાયદાએ પણ આ મામલે ભારતને ધમકી આપી છે. સંગઠને એક પત્ર જારી કર્યો છે જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકીઓ આપવામાં આવી છે.

57 મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)એ આ મુદ્દે વિરોધ કર્યો હતો અને ત્યારબાદ કેટલાક આરબ દેશોએ ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર શરૂ કર્યો છે. આ સાથે જ ઈરાન, ઈરાક, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, ઓમાન, યુએઈ, જોર્ડન, અફઘાનિસ્તાન, બહેરીન, માલદીવ, લિબિયા, ઈન્ડોનેશિયા, તુર્કી, મલેશિયા અને પાકિસ્તાને પણ આ નિવેદનનો ભારે વિરોધ કર્યો છે.

આવી સ્થિતિમાં સવાલ એ છે કે આરબ દેશોનું દબાણ કેટલું અસરકારક સાબિત થશે? શું આગામી દિવસોમાં ભાજપની રણનીતિ બદલાશે? શું પાર્ટી હાર્ડ ચહેરાને બદલે નરમ ચહેરા તરીકે સામે આવશે? આ મુદ્દાઓ પર ભાસ્કરે નિષ્ણાતો સાથે વાત કરી હતી. નિષ્ણાતો દ્વારા આખો મામલો તમે પણ સમજો…

આંતરરાષ્ટ્રીય બાબતોના અને જેએનયુના નિવૃત્ત પ્રોફેસર પુષ્પેશ પંત કહે છે કે ભાજપે તેના પ્રવક્તાઓની પસંદગીમાં યોગ્યતાનું ધ્યાન રાખ્યું નથી. એવા લોકોને પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમને અભદ્ર ભાષા શું છે તે ખબર નથી. ધર્મ વિરોધી ભાષા કઈ હોય છે.

નૂપુર શર્માના નિવેદન મામલે નાના મુસ્લિમ દેશોએ પણ ભારતનો વિરોધ શરૂ કરી દીધો છે. ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તે સમજવું પડશે કે તેલ અને ગેસ જેવી મૂળભૂત બાબતો માટે ભારત મધ્ય પૂર્વ પર નિર્ભર છે. લાખોની સંખ્યામાં ગલ્ફ દેશોમાં ભારતીયો રહે છે. આવી સ્થિતિમાં આ દેશો ગમે ત્યારે કહી શકે છે કે તેમને ભારતીય નાગરિકોની જરૂર નથી.

વિરોધ બાદ ભાજપે કહેવું પડ્યું કે આ પાર્ટી પ્રવક્તાના અંગત મંતવ્યો છે. સરકાર કે પક્ષને તેની સાથે કોઈ લેવાદેવા નથી. તમે આ રીતે કેટલી બાબતને નકારી શકો છો.

મારા મતે ભાજપની આ કાર્યવાહી માત્ર એક દેખાવા પુરતી જ છે. આમ કરીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેનાની પાર્ટીની નીતિમાં કોઈ ફરક નહીં પડે. ઉલટાનું, આગળ વધુ ફેરફાર કરીને આ બાબતને હળવી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તેના તે સિવાય બહુ અપેક્ષા રાખી શકાય તેવું નથી.

કેટલાક લોકો કહેવા લાગ્યા કે કતારની સ્થિતિ શું છે. અમે પણ આવા દેશોનો બહિષ્કાર કરીશું, પણ સમજવા જેવી વાત એ છે કે કતારની પાસે ગેસનો સૌથી મોટો ભંડાર છે અને ભારત તેનો સૌથી મોટો આયાતકાર છે. UAE એ આપણા PM ને દેશના સર્વોચ્ચ નાગરિકનું સમ્માન આપ્યું છે. PMએ આઠ વર્ષમાં જે સફળતા મેળવી છે તેને આવા નિવેદનોથી નુકસાન થયું છે.

આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે દરેક મસ્જિદમાં શિવલિંગ ન શોધવું જોઈએ. આ પછી સોશિયલ મીડિયા પર ભાગવતની સામે નિવેદનબાજી શરૂ થઈ ગઈ. તેમને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ રાજકીય દબાણમાં કામ કરી રહ્યા છે.

Related Articles

Back to top button