SportsTrending News

IPL 2022: પંજાબે પહેલી જ મેચમાં RCBના 206 રનના ટાર્ગેટને પાર કરીને ઇતિહાસ રચ્યો

આઈપીએલની 15મી સિઝન શરૂ થઈ ગઈ છે. દેશની પ્રખ્યાત ટી20 લીગમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે અને ત્રણેય મેચ રોમાંચક રહી છે. પરંતુ રવિવારે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી ત્રીજી મેચ બેટ્સમેનોના નામે રહી હતી. બંને દાવમાં 400 થી વધુ રન બનાવ્યા હતા, જેમાં પંજાબ કિંગ્સે જોરદાર વિજય નોંધાવ્યો હતો.

IPLની 15મી સિઝન શરૂ થઈ ગઈ છે. દેશની પ્રખ્યાત ટી20 લીગમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે અને ત્રણેય મેચ રોમાંચક રહી છે. પરંતુ રવિવારે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી ત્રીજી મેચ બેટ્સમેનોના નામે રહી હતી. બંને દાવમાં 400 થી વધુ રન બનાવ્યા હતા, જેમાં પંજાબ કિંગ્સે જોરદાર વિજય નોંધાવ્યો હતો. પંજાબે 206 રનના ટાર્ગેટનો પીછો કરતા 19 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને જીત મેળવી હતી. આ સાથે પંજાબે પણ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી. પંજાબ કિંગ્સ હવે સૌથી વધુ વખત 200થી વધુ રનનો પીછો કરનારી ટીમ બની ગઈ છે.

પંજાબે ચોથી વખત 200+નો લક્ષ્યાંક હાંસલ કર્યો
પંજાબે IPL ઈતિહાસમાં ચોથી વખત 200થી વધુનો લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. આ સાથે તેણે ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. CSKએ ત્રણ વખત 200થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે.

પંજાબનો 200થી વધુ રનનો સફળ રન ચેઝ
● 206 વિ સનરાઇઝર્સ હૈદરાબાદ, 2014
● 206 વિ ચેન્નાઈ સુપર કિંગ્સ, 2014
● 206 વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 2022
● 201 વિ કોલકાતા નાઈટ રાઈડર્સ, 2010

પંજાબે અડધી સદી ફટકારી ન હતી
પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાફ ડુ પ્લેસિસના 88 રનની મદદથી બે વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને ઝડપી સ્કોર કર્યો હતો. પંજાબ તરફથી કોઈપણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો ન હતો પરંતુ ટીમે 19 ઓવરમાં 208 રન બનાવ્યા અને વિજય નોંધાવ્યો. પંજાબ માટે આ મેચમાં ત્રણ ખેલાડીઓએ 190થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આમાં ઓડિન સ્મિથે 300થી વધુના સ્ટ્રાઈક રેટથી આઠ બોલમાં 25 રન બનાવ્યા હતા અને તે અણનમ રહ્યો હતો.

Related Articles

Back to top button